Skip to main content

ગૃપ્સ નીતિ

Last updated: 10th March 2021

હવે તમે અમારા પ્લેટફોર્મ પર તમારા મિત્રો અને અન્ય સમાન માનસિકતાવાળા લોકો સાથે જોડાવા માટે શેરચેટ પર ગૃપ્સ ("જૂથ") બનાવી અથવા તેમાં જોડાઈ શકો છો. ગૃપ્સ એ સમાન રુચિઓવાળાઓના સમુદાયો છે, જે અમારા પ્લેટફોર્મ પર માહિતીનું વિનિમય કરે છે, સામગ્રી બનાવે છે અને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.

જ્યારે આ વિભાગ ગૃપ્સ માટે વિશિષ્ટ દિશાનિર્દેશો નિર્ધારિત કરે છે, ત્યારે કૃપા કરીને નોંધ લેવી કે અમારા પ્લેટફોર્મ પરની કોઈપણ માહિતી સાથેની જેમ, ગૃપ્સ પરની તમારી પ્રવૃત્તિઓશેરચેટ સામગ્રી અને સમુદાય દિશાનિર્દેશો, શેરચેટ ગોપનીયતા નીતિ, અને અમારીશેરચેટ કૂકી નીતિ (સામૂહિક રીતે "શરતો") ને આધિન છે.

ગૃપ્સ કેવી રીતે કાર્ય કરે છે?#

તમે કોઈપણ વિષય, થીમ, મુદ્દા અથવા પ્રવૃત્તિ પરના ગૃપમાં જોડાઇ શકો છો અથવા બનાવી શકો છો. અમે ગૃપ બનાવવા, તેમાં જોડાવા અથવા ભાગ લેવાની તમારી વિનંતીને નકારી શકીએ છીએ, જે તમારી પાછલી વર્તણૂક, અથવા તમારી પ્રવૃત્તિઓથી અમારી શરતોના ઉલ્લંઘન, જેવા વિષય પર આધારિત છે.

તમે પ્લેટફોર્મ પર કોઈ વિષયને શોધીને અથવા ગૃપને શોધીને ગૃપમાં જોડાઇ શકો છો. તમને કોઈ મિત્ર અથવા શેરચેટ પરના કનેક્શન દ્વારા ગૃપમાં જોડાવા માટે આમંત્રિત પણ કરી શકાય છે.

જૂથમાં જોડાવા પર તમને સમય-સમય પર તમારી અને તમારા ગૃપના સભ્યોની પ્રવૃત્તિઓ વિશે નોટિફિકેશન્સ પ્રાપ્ત થશે.

કોઈ ગૃપ છોડવા માટે, તમે ગૃપના હોમપેજ પર જઈને ‘ગૃપ છોડો’ વિકલ્પ પસંદ કરી શકો છો. ગૃપ છોડ્યા પછી, તમારું નામ સભ્યોની સૂચિમાંથી દૂર કરવામાં આવશે, અને તમને ગૃપ પરની પ્રવૃત્તિઓના અપડેટ્સ પ્રાપ્ત થશે નહીં.

ગૃપના પ્રકારો#

બે પ્રકારનાં ગૃપ હોય છે: જાહેર (પબ્લિક) અને ખાનગી (પ્રાઇવેટ).

  • જાહેર ગૃપ: જાહેર ગૃપ્સને મુક્તપણે શોધી શકાય છે. બિન-સભ્યો ગૃપના સભ્યોને જોઈ શકે છે તેમજ ગ્રુપ પર પબ્લિશ થતી પોસ્ટ્સ પણ જોઈ શકે છે.
  • ખાનગી ગૃપ્સ: ફક્ત સભ્યો જ ગૃપ પરના લોકોની સૂચિ, અને તેમના દ્વારા પોસ્ટ થતી સામગ્રી જોઈ શકે છે. ખાનગી ગૃપો ફક્ત સભ્યની લિંક દ્વારા જ ઍક્સેસ કરી શકાય છે. ગૃપ્સને મેમ્બરશીપના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. અમુક ગૃપ્સમાં જોડાવા માટે એડમિન/મોડરેટરની પૂર્વ મંજૂરીની જરૂર પડી શકે છે, જ્યારે અન્ય ગૃપ્સ સભ્ય બની શકવા માટે બધા માટે ખુલ્લા હોય છે.

ગૃપ્સ પર વાતચીત#

શેરચેટ પ્લેટફોર્મ તમને ગૃપના સભ્યો સાથે ટેક્સ્ટ, છબીઓ, વિડિઓ અથવા ઓડિઓ ચેટ્સ દ્વારા વાતચીત કરવાની સુવિધા આપે છે. તમારી પાસે ગૃપના સભ્યો સાથે સીધી જ વાત કરવા માટે 'પિંગિંગ' નો વિકલ્પ પણ છે.

કૃપા કરીને નોંધ લેવી કે સીધી વાતચીતમાં પણ ગૃપના સભ્યો પ્રત્યેનું તમારું વર્તન અમારી ઉપયોગની શરતો ("શરતો") દ્વારા બંધાયેલું રહેશે, અને તેનું કોઈપણ ઉલ્લંઘન થવાથી સંબંધિત ગૃપમાંથી તમને દૂર કરવા, નિલંબીત કરવા અથવા અન્ય પગલાઓની સાથે અમારી સેવાઓ રદ કરવામાં પરિણમી શકે છે.

કેટલીક વાર એવું પણ બની શકે કે તમે ગૃપ પર પોસ્ટ કરેલી સામગ્રી અન્ય લોકોને દેખાય નહીં. આ અન્ય વપરાશકર્તાઓની વ્યૂઅરશિપ સેટિંગ પર આધારિત હોઈ શકે છે (ઉદાહરણ તરીકે જો તેઓ એ ટ્રેંડિંગ/લોકપ્રિય પોસ્ટ્સ પ્રથમ જોવાનું પસંદ કરેલ હોય તો). કેટલાક કિસ્સાઓમાં, જો તમારી પોસ્ટને સ્પામ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હોય, અન્ય વપરાશકર્તાઓ દ્વારા અયોગ્ય તરીકે ચિહ્નિત થયેલ હોય, અથવા અમારી ટીમો દ્વારા સમીક્ષા ચાલી રહી હોય, તો તેના પરિણામે તે પ્રતિબંધિત અથવા જોવા માટે મર્યાદિત રીતે ઉપલબ્ધ હશે. જો અમને તે અમારી શરતો અથવા સામગ્રી અને સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી જણાય, તો આવા કિસ્સાઓમાં અમે તમારી પોસ્ટને સસ્પેન્ડ કરી શકીએ છીએ.

જો તમને લાગે કે તમારી સામગ્રી અયોગ્ય રીતે સ્થગિત કરવામાં આવી છે અથવા અન્ય વપરાશકર્તાઓ દ્વારા જોઈ શકાતી નથી, તો તમારે તમારા ગૃપ એડમિન/મોડરેટરને જાણ કરવાની જરૂર પડી શકે છે.

ગૃપ્સ પર તમારી ગોપનીયતાનું રક્ષણ#

કૃપા કરીને તમે જોડાઓ એવા કોઈપણ ગૃપના સેટિંગ્સ તપાસો. એડમિન અથવા મોડરેટર તરીકે તમે સમયાંતરે તમારા ગૃપના સેટિંગ્સ જોઈ અને સુધારી શકો છો.

ગોપનીયતા સેટિંગ્સ તમને શેરચેટ પર તમારા ગૃપ માટે શોધ કરવાની ક્ષમતામાં ફેરફાર કરવાની, સભ્યો શું જોઈ શકે છે તે જોવાની, અને સમયાંતરે એડમિન/મોડરેટરને ઓળખવાની સુવિધા આપે છે.

કૃપા કરીને નોંધ લેવી કે ગૃપના ગોપનીયતા સેટિંગ્સના આધારે, અમારી ટીમો, તૃતીય પક્ષ ઠેકેદારો, અથવા અન્ય પક્ષો ગૃપમાં વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ જોઈ શકે છે. આ અધિકારોનો ઉપયોગ સામગ્રીને મોડરેટ કરવાના હેતુઓ માટે, ફરિયાદો સામે કાર્યવાહી કરવા માટે, અમારી આંતરિક શરતો/નીતિઓ લાગુ કરવા માટે, શેરચેટ પ્લેટફોર્મની કામગીરીની સમીક્ષા કરવા માટે, અમારી સેવાઓ સુધારવા માટે, અથવા અમારી શરતો દ્વારા પરવાનગી મુજબ અન્ય ક્રિયાઓ કરવા માટે થઈ શકે છે.

કૃપા કરીને નોંધ લેવી કે ફક્ત એડમિન્સ અને મોડરેટર્સ પ્લેટફોર્મ પરના ગૃપ માટેના ગોપનીયતા સેટિંગ્સને અપડેટ કરી શકે છે. શેરચેટ ગૃપની ગોપનીયતા સેટિંગમાં વારંવાર થતા ફેરફારોને અટકાવી શકે છે.

એકવાર ગૃપ, 3,000 સભ્યોને ઓળંગી જાય પછી એડમિન અથવા મોડરેટર ગૃપની ગોપનીયતા નીતિમાં ફેરફાર કરી શકતા નથી. તેમ છતાં, આવા ફેરફારો વપરાશકર્તાઓની વિનંતીઓ અથવા અન્ય વિચારણાઓના આધારે શેરચેટ ટીમો દ્વારા કરવામાં આવી શકે છે.

એડમિન્સ અને મોડરેટર્સ#

ગૃપ મેનેજમેન્ટની ભૂમિકાઓ#

શેરચેટના ગૃપો પર ગૃપનું સંચાલન કરવું એ એડમિન્સ અને મોડરેટર્સ (સામૂહિક રીતે "ગૃપ મેનેજર્સ") દ્વારા હાથ ધરવામાં આવતી સ્વૈચ્છિક ભૂમિકા છે. એડમિન્સ પાસે સભ્યોને દૂર કરવાના, અને ગૃપ્સને કાઢી નાખવાના વધારાના અધિકારો હોય છે. એડમિન્સ અને મોડરેટર્સ બંને ગૃપના નિયમો બનાવી શકે છે, ગૃપનું વર્ણન/ટેગ્સ પ્રદાન કરી શકે છે, પોસ્ટ્સ દૂર કરી શકે છે, ફરિયાદોની સમીક્ષા કરી શકે છે અથવા અસ્થાયી રૂપે સભ્યોને સસ્પેન્ડ કરી શકે છે.

તેઓ ક્યાં તો ગૃપ બનાવતી વખતે સ્વ-નિયુક્ત થઈ શકે છે, અથવા અગાઉના એડમિન્સ/મોડરેટર્સ દ્વારા તેમની નિમણૂક થઇ શકે છે.

તેમ છતાં, તેઓ ફક્ત ગૃપમાં જ તેમની સત્તાનો ઉપયોગ કરી શકે છે. એડમિન્સ/મોડરેટર્સને શેરચેટ સાથે કોઈ સંબંધ નથી. શેરચેટ, પોતાની મુનસફી મુજબ કોઈપણ સમયે કોઈપણ શરતોના ભંગ સહિત, કોઈપણ કારણોસર કોઈ વપરાશકર્તાના એડમિન/મોડરેટર અધિકારને મર્યાદિત અથવા રદ કરી શકે છે.

ગૃપ મેનેજરોની કેટલીક મુખ્ય ભૂમિકાઓ અને જવાબદારીઓ:

મુખ્ય કાર્યએડમિનમોડરેટર
અન્ય એડમિનની નિમણૂક કરી શકે છે×
અન્ય મોડરેટરની નિમણૂક કરી શકે છે
પોસ્ટ્સને મર્યાદિત, સસ્પેન્ડ કરી શકે છે×
પોસ્ટ્સને મર્યાદિત, સસ્પેન્ડ અને ગૃપના સભ્યોને દૂર કરી શકે છે
ગૃપની શરતોનું પાલન ન કરવા માટે વપરાશકર્તાઓને ચેતવણી/સૂચનાઓ જારી કરી શકે છે

ગૃપનું સંચાલન કરવાની સંમતિ આપીને, ગૃપ મેનેજર સંમતિ આપે છે કે:

  • અમારા લાગુ પડતા દિશાનિર્દેશોને અનુસરશે
  • ગૃપના અન્ય સભ્યોના રિપોર્ટ્સ/ફરિયાદો મેળવી, અને પોસ્ટ્સને દૂર કરવી, દિશાનિર્દેશોને લાગુ કરવા માટે વપરાશકર્તાઓને સસ્પેન્ડ કરવા અથવા અન્ય આવશ્યક પગલાં લેવા જેવી ક્રિયાઓ કરશે
  • બદલામાં મોડરેશનની ક્રિયાઓ કરશે
  • ગૃપના વિશિષ્ટ નિયમો બનાવી અને તેને લાગુ કરશે (જ્યાં સુધી તેઓ એડમિન અથવા મોડરેટર માટે લાગુ થતી શરતો અથવા અન્ય કોઈ નીતિઓ સાથે વિરોધાભાસ ઉભો ન કરે ત્યાં સુધી)
  • તેમના કાર્યો કરવા માટે કોઈ મહેનતાણું મેળવશે નહીં

ગૃપ મેનેજરો માટે મૂલ્યો અને સારી પ્રથાઓ#

ગૃપ મેનેજરોએ આ માટે પ્રયાસ કરવો જોઇએ:

  • તેમના ગૃપ માટે શું કરવું અને શું ન કરવું તે અંગે સ્પષ્ટ દિશાનિર્દેશો પ્રદાન કરવા જોઈએ
  • સક્રિય રહો. ગૃપ મેનેજર તરીકે તમારા સમુદાયને નેતૃત્વ પ્રદાન કરો – સુસંગત હોય ત્યાં ચેતવણીઓ આપવી, વપરાશકર્તાઓને પ્રતિસાદ પ્રદાન કરવો, અને જો જરૂરી હોય તો પોસ્ટ્સને મર્યાદિત કરવી અને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવી
  • તમારા સમુદાયમાં સ્વસ્થ અને આકર્ષક વાતચીતોને પ્રોત્સાહન આપો. અમારી સમુદાય નીતિનું ઉલ્લંઘન કરી શકે એવી કોઈપણ વાતચીત સામે કાર્યવાહી કરો
  • આ કાર્યમાં તમારી મદદ માટે, તમારી ગૃપ મેનેજર્સની ટીમને વિકસાવો, કો-એડમિન્સ અને મોડરેટર્સની નિમણૂક કરો.

ગૃપ મેનેજર્સ અને વપરાશકર્તાઓ માટે સામાન્ય સમસ્યાઓ#

શેરચેટ ગૃપ્સ સમુદાયોના સભ્યો તરીકે, કૃપા કરીને સાવચેત રહો અને અન્ય વપરાશકર્તાઓને જોખમમાં મૂકે એવા વર્તન સામે સાવધાન રહો/તેને રિપોર્ટ કરો. જો તમને લાગે છે કે ગૃપ્સ પરની કોઈપણ પ્રવૃત્તિ અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તો કૃપા કરીને તેની અમારી એપ્લિકેશન પરથી અમને અથવા તમારા ગૃપ મેનેજર્સને જાણ કરો.

પ્રતિબંધિત વ્યવહારો#

કૃપા કરીને ખાસ નોંધ લેવી કે ગૃપ્સમાં નીચેની બાબત સામેલ થઈ શકતી નથી:

  • કૌભાંડો/કપટપૂર્ણ પ્રવૃત્તિ: ઝડપથી સમૃદ્ધ બનવાની સ્કીમ, નકલી નોકરીઓ, અથવા અન્ય કોઈ પ્રવૃત્તિઓ કે જેનો હેતુ વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરવાનો, કૌભાંડ કરવાનો અથવા છેતરવાનો હોય એવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.
  • ગેરકાયદેસર અથવા નિયંત્રિત વસ્તુઓ: ગેરકાયદેસર માલ અથવા સેવાઓ, અથવા વપરાશકર્તા પાસે જેને પ્રદાન કરવાની અધિકૃતતા નથી, એવા નિયંત્રિત માલ અથવા સેવાઓના વેચાણને પ્રોત્સાહન આપવું. ઉદાહરણ તરીકે, જુગાર, ગેરકાયદેસર લોટરીઓ, ડ્રગ્સ અને નિયંત્રિત પદાર્થોને પ્રોત્સાહન આપવું અથવા પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓનું વેચાણ.
  • ફોલ્સ એસોસિએશન: સિવાય કે આવું કરવા માટે અધિકૃત હોય, ગૃપ્સ અથવા ગૃપ્સ પરની પ્રવૃત્તિઓએ એવી છાપ ઉભી કરવી જોઈએ નહીં કે તેઓ કોઈ વ્યક્તિ, બ્રાન્ડ અથવા સંસ્થા વતી કાર્ય કરી રહ્યા છે.
  • હાનિકારક ભાષણ અથવા વ્યક્તિઓને પ્રોત્સાહન આપવું: ગૃપ્સ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ અથવા એવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી વ્યક્તિઓ/સંસ્થાઓને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. તમારે એકબીજાની વચ્ચે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ, દ્વેષપૂર્ણ ભાષણ, હિંસા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમન્વયિત કરવા માટે જૂથોનો ઉપયોગ કરવો જોઇએ નહીં.
  • સંમતિ વિનાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું: ગૃપ્સ દ્વારા એવી સામગ્રીને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં કે જે કોઈપણ વ્યક્તિનું શોષણ કરે અથવા તેમને જોખમમાં મૂકે, અથવા વેશ્યાવૃત્તિ અથવા એસ્કોર્ટ સેવાઓ; ચાઈલ્ડ પોર્નોગ્રાફી (જેમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને બનાવવી, તેનો પ્રચાર, મહિમા, પ્રસારણ અથવા બ્રાઉઝિંગ કરવું શામેલ છે પરંતુ તે એટલે સુધી માર્યાદિત નથી); બળાત્કાર વિશેની સામગ્રી, ગેંગરેપ, જાતીય ઓબ્જેકટીફીકેશન, અસંમતિપૂર્ણ પ્રવૃત્તિઓ અને છેડતીને પ્રોત્સાહિત કરવા અથવા યાચના કરવાના હેતુથી ચિત્રો પોસ્ટ કરવાની સુવિધા આપે.

ડેટા સંગ્રહ#

કૃપા કરીને વપરાશકર્તાઓને સ્પષ્ટ અને ચોક્કસપણે જણાવો કે આ ડેટા સંગ્રહની પ્રવૃત્તિ શેરચેટ દ્વારા કરવામાં આવતી નથી, પરંતુ તે તમારા દ્વારા કરવામાં આવે છે. ડેટાનો ઉપયોગ ફક્ત તમારી વિનંતીમાં જણાવેલ હેતુઓ માટે જ કરવાનો છે. કૃપા કરીને ફક્ત જણાવેલ હેતુઓ માટે અને લાગુ કાયદા અનુસાર જ કોઈપણ એકત્રિત ડેટાનો ઉપયોગ કરો.

શેરચેટ તરફથી ચોક્કસ મંજૂરીઓ વિના – વપરાશકર્તાઓને અમારા ગૃપ્સ પર સ્વચાલિત અને મોટા પ્રમાણમાં ડેટા સંગ્રહિત કરવા પર પણ પ્રતિબંધ છે.

પ્રમોશન, હરીફાઈઓ અને અન્ય પ્રવૃત્તિઓ યોજવી#

જ્યારે તમે હરીફાઈ, રમતો અથવા અન્ય પ્રમોશનલ પ્રવૃત્તિઓ કરવા માટે ગૃપનો ઉપયોગ કરી શકો છો, ત્યારે વપરાશકર્તાઓ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે કે આવી પ્રવૃત્તિઓ લાગુ કાયદાઓનું પાલન કરે છે. હરીફાઈની દરેક રમતમાં જરૂરિયાત મુજબ બ્રાન્ડ્સ, અધિકારીઓ અને કોઈપણ અન્ય પક્ષ દ્વારા – જરૂરી પરવાનગીઓ હોવી આવશ્યક છે. આપવામાં આવતા કોઇપણ ઇનામો લાગુ પડતા ભારતીય કાયદાના પાલન મુજબ હોવા જોઈએ.

સ્પર્ધાઓ એ સ્પષ્ટપણે જણાવવું પણ જોઈએ કે આવી પ્રવૃત્તિઓ શેરચેટ દ્વારા કરવામાં આવતી નથી અને શેરચેટની તેમના માટે કોઈ જવાબદારી અથવા ફરજ નથી.

બ્રાન્ડ્સ અને બૌદ્ધિક સંપત્તિનો ઉપયોગ#

કૃપા કરીને લાગુ કાયદાનું પાલન કરીને બ્રાન્ડના નામો, ટ્રેડમાર્ક્સ, કૉપિરાઇટ અને અન્ય બૌદ્ધિક સંપત્તિનો ઉપયોગ કરો. કૃપા કરીને કોઈ બ્રાન્ડ/સંસ્થા સાથે તમારા જોડાણ અથવા તમારી પ્રવૃત્તિઓની વ્યવસાયિક પ્રકૃતિ વિશે જ્યાં જરૂરી હોય ત્યાં ખુલાસાઓ અને અસ્વીકરણો પણ પ્રદાન કરો.

જ્યાં તમારું ગૃપ કોઈ ફેન/સપોર્ટર ક્લબ હોય અથવા અમુક સંસ્થાઓ, વ્યક્તિઓ અથવા બ્રાન્ડની ચર્ચા કરવા માટેનું હોય, ત્યાં કૃપા કરીને અસ્વીકરણો જારી કરો અને સ્પષ્ટપણે ઉલ્લેખ કરો કે તમે આવા અભિનેતાઓ, વ્યક્તિઓ, બ્રાન્ડ અથવા સંસ્થાઓ સાથે સંકળાયેલા નથી અને કોઈપણ રીતે તેમનું પ્રતિનિધિત્વ કરતા નથી.

ગૃપના નામો અને ઓળખ#

ગૃપના નામમાં ગૃપનું કારણ અને હેતુને સ્પષ્ટ રીતે દર્શાવવો આવશ્યક છે. તેઓએ, જ્યાં પણ સુસંગત હોય, ત્યાં પ્રકૃતિમાં અત્યંત સામાન્ય બનવું, ખોટી ભાષા વાપરવી જોઈએ નહીં, અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આચરણને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં અથવા ગેરકાયદેસર/નુકસાનકારક વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં.

જોબ પોસ્ટિંગ્સ#

કૃપા કરીને ગૃપ્સ પર ઓફર કરવામાં આવતી કોઈપણ નોકરી અથવા ઇન્ટર્નશિપના પદ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો પ્રદાન કરો કે – કેવી રીતે અરજી કરવી, પાત્રતા માપદંડ, સંપર્કની વિગતો અને આવી અન્ય માહિતી. ગૃપ્સનો ઉપયોગ જોબ સ્કેમ્સ, અથવા અન્ય ભ્રામક વ્યવહાર કરવા માટે થઈ શકતો નથી. તદુપરાંત, તમે લાગુ કાયદાઓનું ઉલ્લંઘન કરતી ગેરકાયદેસર, છેતરપિંડીવાળી અથવા હાનિકારક નોકરીઓની જાહેરાત કરી શકતા નથી. જોબ પોસ્ટિંગ્સમાં પણ વ્યક્તિઓ સામે ગેરકાયદેસર રીતે ભેદભાવ થવો જોઈએ નહીં.

ગૃપ અને વપરાશકર્તાની વર્તણૂકની રિપોર્ટ કરવી#

વપરાશકર્તાઓ એવી કોઈપણ પ્રવૃત્તિઓની રિપોર્ટ કરી શકે છે જો તેઓનું માનવું હોય કે તે આ ગૃપ નીતિ સહિત, અમારી શરતો, અથવા લાગુ કાયદાઓને અનુરૂપ નથી. રિપોર્ટ્સ ક્યાં તો (i) કોઈ ગૃપ મેનેજર, અથવા (ii) અમુક કિસ્સાઓમાં શેરચેટને કરી શકાય છે.

ગૃપ મેનેજર તરીકે, જ્યારે કોઈ તમને ગૃપ પરની કોઈ પ્રવૃત્તિની રિપોર્ટ કરશે ત્યારે તમને સૂચિત કરવામાં આવશે. પછી તમે રિપોર્ટને આ પૈકી મેનેજ કરી શકો છો:

  • કોઈ કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લેવો,
  • વપરાશકર્તાને ચેતવણી આપો
  • પોસ્ટને મોડરેટ કરો
  • વપરાશકર્તાને સસ્પેન્ડ કરવો
  • વપરાશકર્તાને ગૃપમાંથી દૂર કરવો.

આ ઉપરાંત, અમે ગૃપની અંદરની પ્રવૃત્તિઓ વિશે વપરાશકર્તાઓ દ્વારા થતી ફરિયાદની સમીક્ષા પણ કરી શકીએ છીએ. આવા કિસ્સાઓમાં અમે આના દ્વારા નિયમો લાગુ કરી શકીએ:

  • અમુક નિયમો લાગુ કરવા અથવા ચેતવણી આપવા માટે કહીને
  • હંગામી સસ્પેન્શન્સ
  • વિશેષાધિકારો દૂર કરવા,
  • સામગ્રીને દૂર કરવી અથવા સામગ્રીના ઍક્સેસ/પહોંચને મર્યાદિત કરવી
  • વપરાશકર્તાઓને ગૃપમાંથી દૂર કરવા
  • ગૃપમાં નવા સભ્યોને ઉમેરવાનું અટકાવવું
  • ગૃપ પર પ્રતિબંધ મૂકવો/બંધ કરવું

સામાન્ય#

પ્લેટફોર્મ પર ગૃપ્સનો અર્થપૂર્ણ જોડાણો બનાવવા માટે, સમાન માનસિકતાવાળા લોકો સાથે વાતચીત કરવા માટે, તમારા મંતવ્યો અને રુચિઓ શેર કરવા માટે તેમજ વિચારપૂર્વકની ચર્ચાઓ કરવા માટે એક બિલ્ડિંગ ટૂલ તરીકે ઉપયોગ કરી શકાય છે. સલામત અને વિકસતા સમુદાયને પ્રોત્સાહન આપવા માટે, ઉપરોક્ત દિશાનિર્દેશોને વળગી રહેવું અને પ્લેટફોર્મની શરતોનું પાલન કરવું યોગ્ય છે. અમે અમારા વપરાશકર્તાઓને ગૃપ્સની સુવિધા દ્વારા પ્લેટફોર્મ પર સેફ સ્પેસ બનાવવા અને વિવિધતા તેમજ સમાવેશને પ્રોત્સાહન આપવા માટે અમારી મદદ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમે અમારા વપરાશકર્તાઓને માયાળુ, વિવેકી બનવા અને દ્વેષપૂર્ણ ભાષણ, પજવણી, ગુંડાગીરી, સ્પામ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે પણ વિનંતી કરીએ છીએ.