Skip to main content

ચેટરૂમ નીતિ

Last updated: 13th December 2023

આ ચેટરૂમ નીતિ ("ચેટરૂમ પોલિસી") અમારી વેબસાઇટ https://sharechat.com/ અને/અથવા શેરચેટ મોબાઇલ એપ્લિકેશન (સામૂહિક રીતે, "પ્લેટફોર્મ") પર અમારી ચેટરૂમ સુવિધા ("ફીચર") ના તમારા ઉપયોગને સંચાલિત કરે છે અને તે ભારતના કાયદા હેઠળ સ્થાપિત એક ખાનગી કંપની, મોહલ્લા ટેક પ્રા.લિ. ("શેરચેટ", "કંપની", "અમે", "અમને" અને "અમારા") દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેની નોંધાયેલી ઓફિસ મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ, નોર્થ ટાવર સ્માર્ટવર્કસ, વૈષ્ણવી ટેક પાર્ક, સર્વે નં ૧૬/૧ & નં ૧૭/૨ અંબલીપુરા ગામ, વર્થુર હોબલી, બેંગલુરુ અર્બન, કર્ણાટક - ૫૬૦૧૦૩ પર આવેલી છે. "તમે" અને "તમારા" શબ્દો પ્લેટફોર્મના વપરાશકર્તાનો સંદર્ભ આપે છે.

અમારું પ્લેટફોર્મ તમને તમારા મિત્રો સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે અને તમને તમારી પસંદગીની પ્રાદેશિક ભાષામાં છબીઓ, વિડિઓઝ, સંગીત, સ્ટેટસ અપડેટ્સ અને ઘણુંબધું શેર કરવા માટે સક્ષમ બનાવે છે. અમે તમારી પસંદગીની સામગ્રીને સમજીએ છીએ અને તમને અમારા પ્લેટફોર્મ ("સર્વિસ/સર્વિસીસ") પર ઉપલબ્ધ પોસ્ટ્સ, ચિત્રો, વિડિઓઝ દેખાડવા માટે અને સામગ્રી સૂચવવા માટે તમારા ન્યૂઝફીડને વ્યક્તિગત બનાવીએ છીએ.

સામાન્ય શિષ્ટાચાર

જ્યારે તમે પ્લેટફોર્મ પર સુવિધાનો ઉપયોગ કરો છો, ત્યારે તમે બધા સમયે નીચેના નિયમો ("રૂલ્સ") નું પાલન કરવા માટે સંમત થાઓ છો. તમારે કરવુ જોઈએ:

  • સેવા પર એક વાસ્તવિક નામ અને ઓળખનો ઉપયોગ કરો;
  • અમારીને વાંચો અને તેનું પાલન કરો; ઉપયોગની શરતો અને સમુદાય દિશાનિર્દેશો. આનો અર્થ એ છે કે અન્ય બાબતોની વચ્ચે તમે:
    • કોઈ પણ વ્યક્તિ અથવા લોકોના સમૂહ સાથે દુર્વ્યવહાર, ગુંડાગીરી અથવા પજવણીમાં સામેલ થશો નહીં. અમે તમને વાતચીતમાં નમ્રતાથી જોડવાની વિનંતી કરીએ છીએ;
    • કોઈપણ વ્યક્તિ અથવા લોકોના સમૂહ સામે ભેદભાવ રાખશો નહીં, હિંસા અથવા નુકસાનની ધમકી આપતા, અથવા નિર્દેશિત નફરતભર્યા વર્તનમાં ભાગ લેશો નહીં;
    • અન્ય લોકોની ખાનગી માહિતી, ચિત્રો અને અન્ય માહિતીને તેમની પૂર્વ પરવાનગી વિના શેર કરશો નહીં, શેર કરવાની ધમકી આપશો નહીં, અથવા શેર કરવાને પ્રોત્સાહન આપશો નહીં;
    • પ્લેટફોર્મ પર મેળવેલી માહિતીને પૂર્વ પરવાનગી વિના ટ્રાન્સ્ક્રાઇબ, રેકોર્ડ અથવા અન્યથા રિપ્રોડયુસ અને શેર કરશો નહીં;
    • કોઈપણ બૌદ્ધિક સંપત્તિ અથવા અન્ય માલિકી હકોનું ઉલ્લંઘન કરે એવી કોઈપણ વાતચીતમાં શામેલ થશો નહીં અથવા એવી કોઈપણ સામગ્રીને અપલોડ કરશો નહીં;
    • ખોટી માહિતી અથવા સ્પામ ફેલાવશો નહીં, અથવા કૃત્રિમ રીતે માહિતીને વિસ્તૃત કરશો અથવા દબાવશો નહીં;
    • સગીર સહિત, કોઈપણ વ્યક્તિ અથવા લોકોના સમૂહને નુકસાન પહોંચાડવાના હેતુથી અથવા સંભાવનાવાળી માહિતી (અથવા કૃત્રિમ અથવા ઘાલમેલ કરેલા મીડિયા) ને શેર કરશો અથવા પ્રોત્સાહન આપશો નહીં; અને
    • વપરાશકર્તાઓ અથવા મોટા પ્રમાણમાં સામાન્ય લોકોને નુકસાન થાય અથવા ગેરમાર્ગે દોરવામાં આવે એવી ખોટી માહિતી અને દુષ્પ્રચાર ફેલાવશો નહીં.
  • લાગુ કાયદા મુજબ કોઈપણ અનધિકૃત અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવાના હેતુ માટે આ સેવાનો ઉપયોગ કરશો નહીં.

સલામતી

તમે નક્કી કરી શકો છો કે તમે પ્લેટફોર્મ પર કોની સાથે વાતચીત કરો છો:

  1. અનફોલો: તમે કોઈપણ સમયે વપરાશકર્તાને અનફોલો કરી શકો છો. આમ કરવા માટે, વપરાશકર્તાના પ્રોફાઇલ પર જાઓ અને "ફોલોવિંગ" લખેલા બટન પર તેને અનઇલેક્ટ કરવા માટે ટેપ કરો. તેમને જાણ કરવામાં આવશે નહીં, અને તમને તેમની પ્રવૃત્તિ વિશે કોઈ વધુ નોટિફિકેશન્સ પ્રાપ્ત થશે નહીં.
  2. બ્લોક: તમે કોઈપણ સમયે વપરાશકર્તાને બ્લોક કરી શકો છો. બ્લોક કરવામાં આવેલ વપરાશકર્તાઓ તમે બનાવેલા અથવા જેમાં તમે મોડરેટર અથવા એડમિન હો એવા કોઈપણ રૂમને જોઈ અથવા તેમાં જોડાઈ શકશે નહીં.

રિપોર્ટિંગ

તમને કોઈ વપરાશકર્તા દ્વારા આ ચેટરૂમ નીતિ/નિયમોના કોઈપણ ઉલ્લંઘન નોંધવા મળે એવા સંજોગોમાં, કૃપા કરીને તેની contact@sharechat.co પર જાણ કરો.

ચેટરૂમ નીતિના ઉલ્લંઘન અંગે બહુવિધ અહેવાલો મળવાના સંજોગોમાં, અમને અમારી સાથેના તમારા એકાઉન્ટને સમાપ્ત કરવાની અને અમારી સાથે નોંધણી કરવાથી બ્લોક કરવાની ફરજ પડી શકે છે. જો તમે આવી કોઇપણ પ્રકારની દુર કરવાની અપીલ કરવા માંગતા હો, તો તમે અમને contact@sharechat.co પર લખી શકો છો.

વપરાશકર્તાઓ માટે નોંધ:

  • વર્ચુઅલ ઉપહાર વ્યવહારને સરળ બનાવવા માટે અમે તમારી વ્યક્તિગત વિગતો જેમ કે ફોન નંબર અમારા ચુકવણી ગેટવે ભાગીદાર સાથે શેર કરી શકીએ છીએ.
  • પ્લેટફોર્મ પરના અન્ય વપરાશકર્તાઓ સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયા માટે તમે પોતે સંપૂર્ણપણે જવાબદાર છો અને તમે સંમત થાઓ છો કે તે ક્રિયાપ્રતિક્રિયાઓના સંદર્ભમાં અમારી કોઈ જવાબદારી અથવા ફરજ રહેશે નહીં.
  • ઉલ્લંઘન શું છે તે પોતાની મુનસફીથી નક્કી કરવાનો અમારો અધિકાર અનામત છે.
  • અમારી પોતાની મુનસફી મુજબ, કોઈપણ સમયે આ ચેટરૂમ નીતિના ભાગોને બદલવાનો, અમારો અધિકાર અનામત છે. જો અમે આમ કરીશું, તો અમે આ પેજ પર ફેરફારોને પોસ્ટ કરીશું અને આ પેજની ટોચ પર શરતોને છેલ્લે અપડેટ કર્યાની તારીખ જણાવીશું.
  • ચેટરૂમમાં વર્ચુઅલ ગિફ્ટિંગ બોક્સ વિકલ્પને સક્ષમ કરવા માટે અમે તમારી પાસેથી ક્યારેય શુલ્ક લેતા નથી. કૃપા કરીને આમ કરવાથી બચો અથવા જો તમને પ્લેટફોર્મ પર આવી પ્રવૃત્તિઓ જોવા મળે, તો મહેરબાની કરીને તેની contact@sharechat.co પર જાણ કરો.