કૂકી નીતિ
Last updated: 13th December 2023
આ કૂકી નીતિ ("કૂકી નીતિ") ઉપયોગની શરતો ("શરતો") અને અમારી ગોપનીયતા નીતિ નો એક ભાગ છે અને તેની અંદર તેનો સમાવેશ થાય છે અને તેની સાથે વાંચવા માટે છે.
કૂકીઝ, પિક્સેલ અને સ્થાનિક સ્ટોરેજ શું છે?
કૂકીઝ એ નાની ફાઇલો છે જે વેબસાઇટ્સ જયારે તમે વેબ પર બ્રાઉઝ કરો ત્યારે તમારા કમ્પ્યુટર પર મૂકે છે. ઘણી વેબસાઇટ્સની જેમ, અમે કૂકીઝનો ઉપયોગ તે જાણવા માટે કરીએ છીએ કે લોકો અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરે છે અને તેનો અનુભવ કેવી રીતે વધુ સારો બનાવી શકીએ છીએ.
પિક્સેલ એક વેબ પેજ પરનો અથવા ઇમેઇલ સૂચનાનો એક નાની માત્રાનો કોડ છે. જેમ ઘણી અન્ય વેબસાઇટ્સ કરે છે, અમે તે જાણવા માટે પિક્સેલ્સનો ઉપયોગ કરીએ છીએ કે શું તમે કોઈ વેબ અથવા ઇમેઇલ કંટેંટ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરી છે કે નહીં. આ અમને અમારા પ્લેટફોર્મને આંકવામાં, તેને સુધારવામાં અને અમારા પ્લેટફોર્મ પરના તમારા અનુભવને વ્યક્તિગત બનાવવામાં મદદ કરે છે.
સ્થાનિક સ્ટોરેજ એ ઉદ્યોગ-માનક (ઇન્ડસ્ટ્રી-સ્ટાન્ડર્ડ) તકનીક છે જે એક વેબસાઇટ અથવા એપ્લિકેશનને તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલ ડિવાઇસ પર સ્થાનિક રીતે માહિતી સંગ્રહિત કરવાની મંજૂરી આપે છે. અમારા પ્લેટફોર્મ સાથેની તમારી ભૂતકાળની ક્રિયા-પ્રતિક્રિયાઓના આધારે અમે કસ્ટમાઇઝ કરીને તમને પ્રસ્તુત કરીએ છીએ અને તેના માટે અમે સ્થાનિક સ્ટોરેજનો ઉપયોગ કરીએ છીએ.
શા માટે અમે આ વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ?
અમે તમને સંબંધિત કંટેંટ બતાવવા, તમારા અનુભવને વધુ સારો બનાવવા અને અમને અને અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત કરવામાં સહાય માટે આ તકનીકોનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે આનો ઉપયોગ અમારા પ્લેટફોર્મ પર તમને સેવાઓ, જે વાપરવા માટે વધુ સરળ અને ઝડપી છે તે પૂરી પાડવા માટે કરી શકીએ છીએ અને અમારા પ્લેટફોર્મને સરળતાથી નેવિગેટ કરી શકવા અને તેની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે તમને સક્ષમ કરે છે. અમે પ્રમાણીકરણ માહિતી જાળવી રાખવા માટે આમનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી તમને કેટલીક સેવાઓ પૂરી પાડી શકાય, તમારી ભાષા પસંદગીને જાળવી શકાય અને મેપિંગ અને સ્થાન-આધારિત સેવાઓ જેમ કે "શેક-અને-ચેટ", જેમના માટે તમારા સ્થાનની જરૂર છે. અમે આ તકનીકોનો ઉપયોગ તે વિશે માહિતી સંગ્રહિત કરવા માટે કરી શકીએ છીએ કે તમે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરો છો, દાખલા તરીકે, કયા પેજની તમે વારંવાર મુલાકાત લો છો અને શું કેટલાક પેજીસની મુલાકાત લેતા તમને એરર સંદેશાઓ મળે છે. અમે આ તકનીકોનો ઉપયોગ નિરંતર ધોરણે અમારા પ્લેટફોર્મ પર મુલાકાતીઓની કુલ સંખ્યા પર માહિતી એકત્રિત કરવા માટે કરી શકીએ છીએ. અમે, અમારા જાહેરાત ભાગીદારો સાથે, આ તકનીકોનો ઉપયોગ અને તમે જે જાહેરાતો જુઓ છો તે પહોંચાડવા, સમજવા અને તેમને સુધારવા માટે કરી શકીએ છીએ.
આ કૂકીઝ દ્વારા એકત્રિત માહિતીથી અમે તમને વ્યક્તિગત રીતે ઓળખી શકતા નથી. માત્ર કાર્યાત્મક હેતુઓ માટે, વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી માહિતી જે તમે તમારા વપરાશકર્તા નામ અને પ્રોફાઇલ ચિત્રની જેમ પ્રગટ કરી શકો છો તે એકત્રિત કરવામાં આવી શકે છે. કઈ માહિતી એકત્રિત કરવામાં આવે છે, તે કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવશે, અને કોની સાથે તે શેર કરવામાં આવે છે તે અંગે અમે તમારી સાથે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરીએ છીએ.
અમે કયા પ્રકારની કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ?
અમારા પ્લેટફોર્મ પર બે પ્રકારની કૂકીઝનો ઉપયોગ થઈ શકે છે - "સત્ર કૂકીઝ" અને "સતત કૂકીઝ". સત્ર કૂકીઝ, અસ્થાયી કૂકીઝ છે જે જ્યાં સુધી તમે અમારું પ્લેટફોર્મ છોડો નહીં ત્યાં સુધી તમારા ઉપકરણ પર રહે છે. એક નિરંતર કૂકી તમારા ઉપકરણ પર લાંબા સમય સુધી રહે છે અથવા જ્યાં સુધી તમે તેને હાથેથી કાઢી નાખો ત્યાં સુધી રહે છે (કૂકી તમારા ઉપકરણ પર કેટલો સમય રહે છે તે એ કૂકી અને તમારી એપ્લિકેશન સેટિંગ્સના સમયગાળા અથવા "જીવનકાળ" પર આધારિત છે).
તમે મુલાકાત લો છો તેમાંના કેટલાક પેજીસ પણ પિક્સેલ ટૅગ્સ (જેને ક્લિયર gif પણ કહેવાય છે) નો ઉપયોગ કરીને માહિતી એકત્રિત કરી શકે છે જે તૃતીય પક્ષ સાથે શેર કરી શકાય છે જે સીઘી અમારી પ્રમોશનલ પ્રવૃત્તિઓ અને પ્લેટફોર્મ ડેવલપમેન્ટને સમર્થન આપે છે. ઉદાહરણ તરીકે, અમારા પ્લેટફોર્મના મુલાકાતીઓ વિશે ઉપયોગની માહિતી પ્લેટફોર્મ પર ઇન્ટરનેટ બૅનર જાહેરાતોને વધુ સારી રીતે લક્ષ્યાંકિત કરવા માટે અમારી તૃતીય પક્ષ જાહેરાત એજન્સી સાથે શેર કરી શકાય છે. આ માહિતી, તેમ છતાં વ્યક્તિગત રૂપે ઓળખી શકાય તેવી હોતી નથી, જો કે તે તમારી વ્યક્તિગત માહિતીથી લિંક કરેલી હોઈ શકે છે.
પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતી કૂકીઝ
કૂકીનો પ્રકાર | તેઓ શું કરે? | શું આ કૂકીઝ મારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે/ મને ઓળખી કાઢે છે? |
---|---|---|
આવશ્યક | અમારા પ્લેટફોર્મને યોગ્ય રીતે કાર્ય કરતુ રાખવા માટે અને પ્રમાણભૂતતા લૉગ-ઇન જેવી તેની કેટલીક વિશિષ્ટતાઓનો ઉપયોગ કરી શકવામાં તમને સક્ષમ બનાવવા માટે, અમારા પ્લેટફોર્મ અને તમારી માહિતીને સુરક્ષિત કરવા માટે અને કપટપૂર્ણ, અપરાધી અથવા અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ નિવારવા માટે આ કૂકીઝ આવશ્યક છે. આ કૂકીઝ વિના, અમારું પ્લેટફોર્મ તમારી પહેલાંની ક્રિયાઓ યાદ રાખવામાં સમર્થ હશે નહીં અને તેથી તમે તે જ સત્રમાં સમાન પેજ પર પાછા નેવિગેટ કરી શકશો નહીં. | આ કૂકીઝ તમને વ્યક્તિ તરીકે ઓળખતી નથી. |
કામગીરી | આ કૂકીઝ અમને વિશ્લેષણ કરવા માટે સક્ષમ કરે છે કે કેવી રીતે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે જે તેની કામગીરીને સતત સુધારવામાં અમને મદદ કરે છે. આ કૂકીઝ અમને સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે મુલાકાતીઓ મુલાકાત લેતા વિસ્તારો વિશે માહિતી આપીને અમારા પ્લેટફોર્મ પર પસાર કરેલો સમય અને એરર સૂચનો જેવી સામનો કરેલી કોઈ પણ સમસ્યાઓ સાથે અમારા પ્લેટફોર્મ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરે છે. | આ કૂકીઝ તમને વ્યક્તિ તરીકે ઓળખતી નથી. બધા ડેટા અજ્ઞાત રૂપે એકત્રિત અને સંકલિત કરવામાં આવે છે. |
કાર્યક્ષમતા | આ કૂકીઝ પ્લેટફોર્મને તમે કરેલી પસંદગીઓ (જેમ કે તમારી ભાષા પસંદગીઓ, તમે જે સેટિંગ્સ લાગુ કર્યા છે), તેને યાદ રાખવામાં સહાય કરે છે અને તેમના સુધી પહોંચવા માટેના વિકલ્પો સંગ્રહિત કરે છે. તમે લૉગ-ઇન કરો તેની માહિતી બતાવે છે અને પ્લેટફોર્મને તમારા અનુરૂપ કરે છે. આ સુનિશ્ચિત કરે છે કે પ્લેટફોર્મ તમને જેવી જોઈએ છે તેવી સેવાઓ પ્રદાન કરે. જો તમે આ કૂકીઝને નહીં સ્વીકારો, તો તે પ્લેટફોર્મની કામગીરી અને કાર્યક્ષમતા પર અસર કરી શકે છે અને તેના પરની કંટેંટની પહોંચને પ્રતિબંધિત કરી શકે છે. | આ કૂકીઝ દ્વારા એકત્રિત કરેલી માહિતીમાં વ્યક્તિગતરૂપે ઓળખી શકાય તેવી માહિતીનો સમાવેશ થઈ શકે છે જે તમે પ્રગટ કરી છે, જેમ કે તમારું વપરાશકર્તા નામ અથવા પ્રોફાઇલ ચિત્ર. અમે કઈ માહિતી ભેગી કરીએ છીએ, અમે તેની સાથે શું કરીશું અને કોની સાથે અમે તેને શેર કરીશું, તે વિશે અમે તમારી સાથે હંમેશાં પારદર્શક રહીશું. |
લક્ષિત / જાહેરાત | આ કૂકીઝનો ઉપયોગ તે કંટેંટ પહોંચાડવા માટે કરવામાં આવે છે જે તમારી અને તમારી રુચિઓ માટે વધુ સુસંગત છે. તેમનો ઉપયોગ લક્ષ્યાંકિત જાહેરાતો પહોંચાડવા અથવા તમે કોઈ જાહેરાતને કેટલી સંખ્યામાં જુઓ છો તેને મર્યાદિત કરવા માટે થઈ શકે છે. તેઓ જાહેરાતોની અસરકારકતાને માપવામાં પણ મદદ કરે છે.અમે આ કૂકીઝનો ઉપયોગ તમે મુલાકાત લીધેલ પેજીસ અથવા વેબસાઇટ્સને યાદ રાખવા માટે કરી શકીએ છીએ અને અમે આ માહિતીને જાહેરાતકર્તાઓ અને અમારી એજન્સીઓ સહિત અન્ય પક્ષો સાથે શેર કરી શકીએ છીએ. | આ પ્રકારની મોટાભાગની કૂકીઝ ગ્રાહકોને તેમના આઈપી સરનામા દ્વારા ટ્રૅક કરે છે જેથી કેટલીક વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી એકત્રિત કરી શકે છે. |
આ તકનીકીઓ ક્યાં વપરાય છે?
અમે આ તકનીકોનો ઉપયોગ અમારા પોતાના પ્લેટફોર્મ પર અને અન્ય વેબસાઇટ્સ પર કરીએ છીએ જેમણે અમારી સેવાઓને સંકલિત કરી હોઈ શકે છે. તેમાં અમારા જાહેરાત અને પ્લેટફોર્મ ભાગીદારો શામેલ છે. તૃતીય પક્ષો આ તકનીકોનો ઉપયોગ કરી શકે છે, ઉદાહરણ તરીકે, જ્યારે તમે પ્લેટફોર્મમાંથી તેમના કંટેંટ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કરો છો, જેમ કે જ્યારે તમે અમારા પ્લેટફોર્મ પર એક તૃતીય-પક્ષ સેવામાંથી લિંક અથવા સ્ટ્રીમ મીડિયાને ક્લિક કરો છો અને અમારા પ્લેટફોર્મ પર અને બહાર બતાવવામાં આવનારી જાહેરાતો પહોંચાડવામાં મદદ કરવા માટે પણ કરી શકે છે.
શું અમે તૃતીય પક્ષ કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ?
અમે ઘણા બધા પુરવઠાકર્તાનો ઉપયોગ કરીએ છીએ જે અમારા વતી તમારા ડિવાઇસ પર કૂકીઝ પણ સેટ કરી શકે છે, જે તમે જયારે અમારા પ્લેટફોર્મની મુલાકાત લો ત્યારે તે તૃતીય પક્ષો જે સેવાઓ પ્રદાન કરે છે, તે પ્રદાન કરવા માટે, પરવાનગી આપવા માટે ઉપયોગી થાય છે.
જ્યારે તમે અમારા પ્લેટફોર્મની મુલાકાત લો છો, ત્યારે તમે તૃતીય પક્ષ વેબસાઇટ્સ અથવા ડોમેન્સમાંથી કૂકીઝ મેળવી શકો છો. અમે આ કૂકીઝને, તેમનો ઉપયોગ થતાં પહેલાં ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી તમે નક્કી કરી શકો કે તમે તેમને સ્વીકારવા માગો છો કે નહીં. આ કૂકીઝ વિશે વધુ માહિતી સંબંધિત તૃતીય પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ હોઇ શકે છે.
હું કૂકીઝને કેવી રીતે નિયંત્રિત કરી શકું?
મોટાભાગના ઇન્ટરનેટ બ્રાઉઝર્સ શરૂઆતમાં કૂકીઝને આપમેળે સ્વીકારવા માટે સુયોજિત થયા છે. કૂકીઝને અવરોધિત કરવા માટે તમે સેટિંગ્સ બદલી શકો છો અથવા તમારા ડિવાઇસ પર કૂકીઝ મોકલવામાં આવે ત્યારે તમને ચેતવણી આપવા માટે સેટ કરી શકો છો. કૂકીઝને સંચાલિત કરવાના ઘણા રસ્તાઓ છે. તમારી એપ્લિકેશન સેટિંગ્સને કેવી રીતે સમાયોજિત કરવું અથવા ફેરફારો કરવા તે વિશે વધુ જાણવા માટે કૃપા કરીને અમારા પ્લેટફોર્મ સૂચનો અથવા સહાય સ્ક્રીનની મદદ લો.
જો તમે અમારા ઉપયોગની કૂકીઝને અક્ષમ કરો છો, તો તમે જયારે પ્લેટફોર્મ પર હોવ ત્યારે આ તમારા અનુભવને અસર કરી શકે છે, ઉદાહરણ તરીકે તમે અમારા પ્લેટફોર્મના ઘણા ક્ષેત્રોની મુલાકાત લેવા સક્ષમ ન પણ હોઈ શકો અથવા જ્યારે તમે અમારા પ્લેટફોર્મની મુલાકાત લો, ત્યારે તમે વ્યક્તિગત માહિતી મેળવી નહીં શકો.
જો તમે પ્લેટફોર્મને જોવા અને પહોંચ મેળવવા માટે વિવિધ ડિવાઇસ ઉપયોગમાં લો છો (દા.ત. તમારા કમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબ્લેટ વગેરે) તો તમારે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે દરેક ડિવાઇસ પર દરેક બ્રાઉઝર તમારી કૂકીની પસંદગીઓને બંધબેસતું હોય.
આ કૂકી નીતિમાં ફેરફારો
અમારા પ્લેટફોર્મ અને સેવાઓ પરના ફેરફારોને પ્રતિબિંબિત કરવા અમે આ કૂકી નીતિને સમયાંતરે અપડેટ કરીશું. જો અમે કૂકીઝમાં જે રીતે માહિતી એકત્રિત કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ અથવા શેર કરીએ છીએ તેમાં કોઈ કંટેંટ સંબંધિત ફેરફારો કરીએ, તો અમે આ ફેરફારોને કૂકી નીતિમાં પોસ્ટ કરીશું અને કૂકી નીતિના શીર્ષ પર "છેલ્લે અપડેટ કરેલ" તારીખને ફરી સુધારીશું.
ભૂતકાળમાં સેટ કરવામાં આવેલી કૂકીઝ
જો તમે એક અથવા વધુ કૂકીઝને અક્ષમ કરી હોય, તો અમે હજી પણ તમારી અક્ષમ કરેલી પસંદગીને સેટ કરતા પહેલા કૂકીઝમાંથી એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. જો કે, અમે કોઈ વધુ માહિતી એકત્રિત કરવા માટે અક્ષમ કૂકીનો ઉપયોગ લઈશું નહીં.
અમારો સંપર્ક કરો
જો તમારી પાસે આ કૂકી નીતિ વિશે કોઈ પ્રશ્નો અથવા ટિપ્પણીઓ હોય, તો તમે grievance@sharechat.co પર અથવા પોસ્ટ દ્વારા સંપર્ક કરવા આ [સરનામાં પર: Address: મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ, નોર્થ ટાવર સ્માર્ટવર્કસ, વૈષ્ણવી ટેક પાર્ક, સર્વે નં ૧૬/૧ & નં ૧૭/૨ અંબલીપુરા ગામ, વર્થુર હોબલી, બેંગલુરુ અર્બન, કર્ણાટક - ૫૬૦૧૦૩
કામના કલાકો: સવારના 10:00 થી બપોરના 1:00. પર અમારો સંપર્ક કરી શકો છો.]