Skip to main content

ગોપનીયતા નીતિ

Last updated: 13th December 2023

અમે (મોહલ્લા ટેક પ્રા. લિ., અથવા "શેરચેટ") સ્વીકાર કરીએ છીએ કે તમારી ગોપનીયતા ખૂબ મહત્વપૂર્ણ છે અને અમે તેને ગંભીરતાપૂર્વક લઈએ છે. જ્યારે તમે અમારી વેબસાઇટ https://sharechat.com/ ("વેબસાઇટ") નો અને /અથવા મોબાઇલ એપ્લિકેશન "શેરચેટ" ("એપ્લિકેશન") નો ઉપયોગ કરો છો ત્યારે અમે કઈ રીતે તમારો ડેટા એકત્રિત કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ અને પ્રગટ કરીએ છીએ તેનું આ ગોપનીયતા નીતિ ("ગોપનીયતા નીતિ") વર્ણન કરે છે. વેબસાઇટ અને એપ્લિકેશનને સામુહિકપણે "પ્લેટફોર્મ" તરીકે સંદર્ભિત કરવામાં આવે છે. "અમે", "અમારું" અથવા "અમે" અથવા "કંપની " ના સંદર્ભોનો અર્થ પ્લેટફોર્મ અને / અથવા મોહલ્લા ટેકપ્રા. લિ. થશે. "તમે", "તમારા" અથવા "વપરાશકર્તા" ના સંદર્ભોનો અર્થ અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી થશે. આ ગોપનીયતા નીતિમાં વર્ણવ્યા મુજબ અમે તમારી માહિતીનો ઉપયોગ કરશું નહીં અથવા કોઈપણ સાથે શેર કરશું નહીં.

આ ગોપનીયતા નીતિ શેરચેટ ઉપયોગની શરતો અને અમારી શેરચેટ કૂકી નીતિ નો એક ભાગ છે અને તેને તેની સાથે વાંચવામાં આવવી જોઈએ. આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને, તમે આ ગોપનીયતા નીતિના નિયમો અને શરતો સાથે સંમત છો. તમે આ ગોપનીયતા નીતિમાં વર્ણવેલ અનુસાર તમારી વ્યક્તિગત માહિતી (નીચે વ્યાખ્યાયિત અનુસાર) નો અમારા ઉપયોગ અને પ્રગટીકરણ માટે પણ સંમતિ આપો છો. જો તમે આ ગોપનીયતા નીતિના નિયમો અને શરતોથી સંમત થતા નથી, તો કૃપા કરીને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરશો નહીં.

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી, અને અમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ

અમે એકત્રિત કરેલી માહિતીઅમે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ
લૉગ-ઇન ડેટા. વપરાશકર્તા આઈડી, મોબાઇલ ફોન નંબર, પાસવર્ડ, લિંગ અને આઈપી એડ્રેસ. અમે એક સૂચક વય શ્રેણી એકત્રિત કરી શકીએ છીએ જે અમને કહે છે કે તમે અમારા પ્લેટફોર્મ અને અમારા પ્લેટફોર્મની સુવિધાઓ મેળવવા માટે યોગ્ય વય ધરાવો છો (સામૂહિક રીતે, "લૉગ-ઇન ડેટા").

વધારાની પ્રોફાઇલ માહિતી. લૉગ-ઇન ડેટાની સાથે, અમે તમારા વપરાશકર્તા પ્રોફાઇલ પર આપેલ ફોટો અને પ્રોફાઈલનું વર્ણન પણ એકત્રિત કરીએ છીએ.

તમે શેર કરો છો તે વિષયવસ્તુ. તેમાં, બધી માહિતીનો સમાવેશ થાય છે જે તમે અન્ય વપરાશકર્તાઓને પ્લેટફોર્મ મારફતે ઉપલબ્ધ કરાવો છો, જેમાં સમાવેશ થાય છે જેમ કે:

- મર્યાદા વિના, તમારા દ્વારા, તમારા વિશે અથવા તમારી સાથે સંબંધિત સ્વેચ્છાએ પ્લેટફોર્મ પર શેર કરેલી માહિતી, કોઈપણ અવતરણ, ફોટા, રાજકીય મંતવ્યો, ધાર્મિક મંતવ્યો, વગેરે.
- પ્લેટફોર્મ પર તમે મૂકો તે કોઈપણ પોસ્ટ્સ (તમારા સાર્વજનિક પ્રોફાઇલ સહિત, તમે પ્લેટફોર્મની ‘તિજોરી’ સુવિધા પર બનાવેલી યાદીઓ અને ફોટા, વિડિઓ અને વૉઇસ રેકોર્ડિંગ અને તમારા ડિવાઇસના કૅમેરાના માધ્યમથી ફોટા અને/અથવા માઇક્રોફોન સેન્સર), કોઈ પણ અન્યોની પોસ્ટ જે તમે પાછી પોસ્ટ કરી હોય, અને સ્થાનનો ડેટા અને આવી પોસ્ટ સાથે સંકળાયેલ લૉગ ડેટા.

આમાં તમારા વિશેની માહિતી (સ્થાન ડેટા અને લૉગ ડેટા સહિત) શામેલ છે જે પ્લેટફોર્મના અન્ય વપરાશકર્તાઓ તમારા વિશે શેર કરે છે અથવા કોઈપણ સંચાર જે તેઓ તમારી સાથે કરે છે.

અન્ય સ્રોતોથી અમને પ્રાપ્ત થયેલી માહિતી. અમે તૃતીય પક્ષો સાથે મળીને કામ કરી શકીએ છીએ (ઉદાહરણ તરીકે, વ્યવસાય ભાગીદારો, ટેક્નિકલમાં પેટા-ઠેકેદારો, વિશ્લેષક પ્રદાતાઓ, સર્ચ માહિતી પ્રદાતાઓ સહિત) અને આવા સ્ત્રોતો પાસેથી તમારા વિશેની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આવા ડેટાને આંતરિક રીતે શેર કરી શકાય છે અને આ પ્લેટફોર્મ પર એકત્રિત ડેટા સાથે જોડી શકાય છે.

લૉગ ડેટા. "લૉગ ડેટા" એવી માહિતી છે જે જ્યારે તમે પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો ત્યારે આપમેળે એકત્રિત થાય છે, કૂકીઝ, વેબ બીકન્સ, લૉગ ફાઇલો, સ્ક્રિપ્ટ્સ સહિતના ઉપયોગ દ્વારા, પૂરતું મર્યાદિત નહીં:

- તમારા મોબાઇલ કેરીઅર-સંબંધિત માહિતી જેવી તકનીકી માહિતી, તમારા વેબ બ્રાઉઝર દ્વારા મળતી કન્ફિગરેશન માહિતી અથવા અન્ય પ્રોગ્રામો જેનો તમે પ્લેટફોર્મ, સુધી પોહોચવાં માટે ઉપયોગ કરો છો તે, તમારું આઈપી એડ્રેસ અને તમારા ડિવાઇસનું સંસ્કરણ અને ઓળખ નંબર;
- પ્લેટફોર્મ નો ઉપયોગ કરતી વખતે તમે જે સર્ચ કરી હતી તે વિશેની માહિતી, તમે મુલાકાત લીધેલ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, ઉપયોગમાં લેવાતી મિની એપ્લિકેશનો, અને પ્લેટફોર્મ નો ઉપયોગ કરતી વખતે તમારા દ્વારા મેળવવા અથવા વિનંતી કરેલ અન્ય માહિતી અને કંટેંટની વિગતો;
- પ્લેટફોર્મ પર સંચાર વિશેની સામાન્ય માહિતી, જેમ કે તમે જેની સાથે સંચાર કરો છો તે વપરાશકર્તાની ઓળખ અને તમારા સંચારનો સમય, માહિતી અને સમયગાળો; અને
- મેટાડેટા, જેનો અર્થ એ છે કે પ્લેટફોર્મ, દ્વારા જે વસ્તુઓ તમને ઉપલબ્ધ થઇ છે તેના સંદર્ભિત માહિતી, જેમ કે શેર કરેલા ફોટોગ્રાફ અથવા વિડિઓ જયારે લેવામાં આવેલ અથવા પોસ્ટ કરાયેલ તેની તારીખ, સમય અથવા સ્થાન.

કૂકીઝ. અમારા પ્લેટફોર્મના અન્ય વપરાશકર્તાઓથી તમને અલગ કરવા માટે અમારું પ્લેટફોર્મ કૂકીઝનો ઉપયોગ કરે છે. જ્યારે તમે અમારું પ્લેટફોર્મ બ્રાઉઝ કરો છો અને અમને પ્લેટફોર્મને સુધારવા માટે પરવાનગી આપો છો ત્યારે આ તમને સારો અનુભવ પ્રદાન કરવામાં સહાય કરે છે. અમે તમારા ડિવાઇસ પર કૂકીઝમાંથી કૂકી ડેટા એકત્રિત કરીએ છીએ. અમે જે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ અને જે હેતુ માટે અમે તેનો ઉપયોગ કરીએ છીએ તેની વિગતવાર માહિતી માટે જુઓ કૂકી નીતિ.

સર્વેક્ષણો. જો તમે કોઈ સર્વેક્ષણમાં ભાગ લેવાનું પસંદ કરો, તો અમે ચોક્કસ વ્યક્તિગત માહિતી પૂરી પાડવા માટે તમને વિનંતી કરી શકીએ છીએ, એટલે કે કોઈ પણ માહિતી જે નો તમને ઓળખવા માટે ઉપયોગ કરી શકાય ("વ્યક્તિગત માહિતી"). અમે આ સર્વેક્ષણ હાથ ધરવા માટે એક તૃતીય-પક્ષ સેવા પ્રદાતાનો ઉપયોગ કરી શકીએ છીએ અને સર્વેક્ષણ પૂર્ણ કરતાં પહેલાં તમને તે જાણ કરાશે.
- પ્લેટફોર્મ પર વપરાશકર્તા એકાઉન્ટમાં લૉગ-ઈન સેટ અપ કરવા માટે અને તે સરળ બનાવવા માટે;
- આ ગોપનીયતા નીતિ સહિત પ્લેટફોર્મમાં ફેરફારો વિશે તમને જાણ કરવા માટે;
- વપરાશકર્તા સમર્થનની જોગવાઈ સહિત સંદેશાવ્યવહારને સરળ બનાવવા માટે;
- અમારા નિયમો, શરતો અને નીતિઓ અને અમારા કોઈ પણ અધિકારો, અથવા અમારી સંલગ્ન કંપનીઓના, અથવા પ્લેટફોર્મના અન્ય વપરાશકર્તાઓના અધિકારો લાગુ કરવા;
- નવી સેવાઓ વિકસાવવા અને હાલની સેવાઓ અને પ્લેટફોર્મમાં સુધારો કરવા અને વપરાશકર્તા પ્રતિક્રિયા અને વિનંતીઓઓને સંકલિત કરવા;
- ભાષા અને સ્થાન આધારિત વૈયક્તિકરણ પ્રદાન કરવા માટે;
- પ્લેટફોર્મ સંચાલિત કરવા માટે અને મુશ્કેલી નિવારણ, ડેટા વિશ્લેષણ, પરીક્ષણ, સંશોધન, સુરક્ષા, છેતરપિંડી-તપાસ, એકાઉન્ટ મેનેજમેન્ટ, અને સર્વેક્ષણ હેતુઓ સહિત આંતરિક કામગીરી માટે;
- પ્લેટફોર્મ કેવી રીતે મેળવવું અને ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવા માટે અને પ્લેટફોર્મ પરના વપરાશકર્તા અનુભવને સુધારવા માટે;
- તમારું "મારી મંડળી" અને "પ્રખ્યાત" ફીડને કસ્ટમાઇઝ કરવા માટે;
- ઉપનામિત કરી અને તમારી માહિતીને એકત્રિત કરવા, જેમાં વ્યક્તિગત માહિતી સહિત, ક્ષેત્ર, ફોન મોડેલ, ઑપરેટિંગ સિસ્ટમ પ્લેટફોર્મ, સિસ્ટમ ભાષા અને પ્લેટફોર્મ સંસ્કરણ જેવી વસ્તુઓ પર વપરાશકર્તા જનસંખ્યાકીય વિશ્લેષણ કરવા માટે, અને કેવી રીતે અમારા વપરાશકર્તાઓ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે તે વધુ સારી રીતે સમજવા માટે;
- ઉપનામિત કરી અને વપરાશકર્તા અને પ્લેટફોર્મ પર તૃતીય-પક્ષ સેવાઓનો ઉપયોગ કરતી વખતે કઈ કંટેંટ અને સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે તે વેબ અને એકાઉન્ટ ટ્રાફિકના આંકડાઓ માટે વ્યક્તિગત માહિતી સહિત, તમારી માહિતીને એકત્રિત કરવા માટે;
- જાહેરાત અને અન્ય માર્કેટિંગ અને પ્રમોશનલ પ્રવૃત્તિઓની અસરકારકતાની આકારણી કરવા અને સુધારવા માટે.
વપરાશકર્તા સર્ચ ડેટા. કોઈપણ સર્ચ જે તમે પ્લેટફોર્મ પર કરો છો.તમને તમારી પાછલી સર્ચના ઝડપી પરિણામ મેળવી આપવા માટે. વૈયક્તિકરણ માટે એનાલિટિક્સનો ઉપયોગ કરવા અને તમને લક્ષ્યાંકિત જાહેરાતો બતાવવા.
વધારાની એકાઉન્ટ સુરક્ષા. અમે તમારો ફોન નંબર એકત્રિત કરીએ છીએ અને તમને તમારા ફોન પર વન-ટાઈમ-પાસવર્ડ OTP મોકલીને તે જાતે દાખલ કરવા માટે "SMS" સુધી પહોંચવાની વિનંતી કરીએ છીએ, જે તમે અમારા પ્લેટફોર્મ સાથે રજીસ્ટર કરતી વખતે તમારી ઓળખની પુષ્ટિ કરવા, OTP દાખલ કરીને સુનિશ્ચિત કરો છો.તમારી ઓળખ ચકાસવા અને તમારા ખાતાની સુરક્ષા જાળવવા માટે.
ચેટ ડેટા. જ્યારે તમે પ્લેટફોર્મ પર કોઈપણ ચેટ સુવિધાનો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારા અને બીજા વપરાશકર્તા વચ્ચેની સંચારની વિષયવસ્તુ એકત્રિત કરીએ છીએ. આ તમારા ડિવાઇસ અને જેને તમે સંચાર મોકલ્યા છે તે વપરાશકર્તાઓના ડિવાઇસીસ પર સંગ્રહિત છે. જો કે, અમે તમારા ચેટ ડેટાનું નિરીક્ષણ કરતા નથી, તમારા ચેટ ડેટા પર આધારિત કોઈપણ કાર્યવાહી લેતા નથી અથવા તેને કોઈપણ તૃતીય પક્ષને પ્રગટ કરતા નથી.અન્ય વપરાશકર્તાને સંચાર પહોંચાડવાની સુવિધા પ્રદાન કરવા માટે.
સંપર્કોની સૂચિ. અમે તમારા મોબાઇલ ડિવાઇસ પર સંપર્ક સૂચિ મેળવીએ છીએ. અમે તમારી સંપર્કોની સૂચિ સુધીની પહોંચ મેળવતા પહેલાં હંમેશા તમારી સંમતિ માટે પૂછીએ છીએ અને તમારી સંપર્કોની સૂચિ સુધીની પહોંચ માટે અમને ના કહેવાનો તમારી પાસે વિકલ્પ છે.પ્લેટફોર્મની ‘જોડાઓ’ અને ‘આમંત્રણ આપો’ જેવી સુવિધાઓ મારફતે તમને અન્ય પ્લેટફોર્મ વપરાશકર્તાઓ સાથે જોડવા માટે;
સ્થાન માહિતી. "સ્થાન ડેટા" એવી માહિતી છે જે તમારા જીપીએસ, આઈપી એડ્રેસ અને/અથવા સ્થાનની માહિતી ધરાવતી સાર્વજનિક પોસ્ટ્સમાંથી મેળવવામાં આવે છે. તમે અમને અને અન્ય પ્લેટફોર્મ વપરાશકર્તાઓને સ્થાન માહિતી જાહેર કરો છો:

- જ્યારે તમે પ્લેટફોર્મ પર કેટલીક સ્થાન-આધારિત સુવિધાઓનો ઉપયોગ કરો છો, જેમ કે ‘શેક-અને-ચેટ’ સુવિધા અને/અથવા અન્ય કોઈપણ સુવિધા અથવા મિની એપ્લિકેશન્સ જે અમે સમય સમય પર અમારા પ્લેટફોર્મ પર રજૂ કરી શકીએ છીએ, અને જ્યારે તમે અન્ય પ્લેટફોર્મ વપરાશકર્તાઓ સાથે તમારું સ્થાન શેર કરો છો; અને
- જ્યારે તમે પ્લેટફોર્મની પહોંચ મેળવો છો, તે દરમિયાન અમે તમારા આઈપી એડ્રેસ, ડિવાઇસ અથવા ઇન્ટરનેટ સેવામાંથી સ્થાન માહિતી મેળવીએ છીએ જેથી તમારા એકાઉન્ટમાં બહુવિધ અથવા કપટપૂર્ણ લૉગ-ઇન્સને નિવારી શકાય.
સુરક્ષા, છળકપટ-શોધ અને એકાઉન્ટ મેનેજમેન્ટ (જેમ કે તે સુનિશ્ચિત કરવા માટે કે તમારા એકાઉન્ટ પર કોઈ બહુવિધ લૉગ-ઇન્સ અથવા શંકાસ્પદ લૉગ-ઇન નથી);

તમને સ્થાન-આધારિત સેવાઓ પ્રદાન કરવા માટે જેમનો ઉપયોગ કરવાનું તમે પસંદ કરો છો:

- જેમ કે શેક-એન-ચેટ (આ સ્થાન-આધારિત સેવાઓ છે જેનો તમે મર્યાદિત સમયગાળા માટે તમારા સામાન્ય સ્થાનને જાહેર કરવા માટે ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો);
- મિની એપ્લિકેશન્સ, જે સમય સમય પર પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનાવવામાં આવી શકે છે, જેને તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને આધારે આવી માહિતીની જરૂર પડી શકે છે (જો તમે કોઈપણ મિની એપ્લિકેશનને તમારું સ્થાન જાહેર કરવાનું પસંદ કર્યું હોય તો);
- ‘ન્યૂઝ કોર્નર" (જો તમે આ સુવિધા મેળવો છો, તો અમે તમારા માટે સ્થાનિક રીતે સંબંધિત સમાચાર કંટેંટ ઑપ્ટિમાઇઝ કરવા માટે તમારા સ્થાનનો ઉપયોગ કરી શકીએ છીએ);
- ભાષા અને સ્થાન કસ્ટમાઇઝેશન પૂરું પાડવા માટે.
ગ્રાહક સપોર્ટ માહિતી. કોઈ પણ સહાય અથવા સપોર્ટ વિશે અમારી ગ્રાહક સપોર્ટ ટીમને તમે આપેલ કોઈપણ માહિતી કે જે સમયાંતરે તમને અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે જરૂરી હોઈ શકે છે.તમારી સપોર્ટ સમસ્યાની તપાસ કરવા માટે.
ડિવાઇસ ડેટા. "ડિવાઇસ ડેટા" મર્યાદા વિના, નિમ્નલિખિતનો સમાવેશ કરે છે:

§ ડિવાઇસ વિશેષતાઓ: ઓપરેટિંગ સિસ્ટમ, હાર્ડવેર અને સોફ્ટવેર સંસ્કરણો, બેટરી સ્તર, સિગ્નલ શક્તિ, ઉપલબ્ધ સ્ટોરેજ સ્પેસ, બ્રાઉઝર પ્રકાર, એપ્લિકેશન અને ફાઇલ નામો અને પ્રકારો, અને પ્લગ-ઇન્સ જેવી માહિતી.

§ ડિવાઇસ કામગીરીઓ: ડિવાઇસ પર કરવામાં આવેલ કામગીરીઓ અને વર્તણૂકો અંગેની માહિતી જેમ કે શું વિન્ડો ફોરગ્રાઉન્ડમાં સ્થિત છે કે બેકગ્રાઉન્ડમાં.
- ઓળખકર્તાઓ: અનન્ય ઓળખકર્તાઓ, ડિવાઇસ ઓળખો, અને અન્ય ઓળખકર્તાઓ, જેમ કે રમતોમાંથી, એપ્લિકેશન્સ અથવા એકાઉન્ટ્સમાંથી જેમનો તમે ઉપયોગ કરો છો.

§ ડિવાઇસ સિગ્નલ્સ: અમે તમારા બ્લુટુથ સિગ્નલો, અને નજીકના Wi-Fi એક્સેસ પોઇન્ટ, બીકન્સ અને સેલ ટાવર્સ વિશેની માહિતી એકત્રિત કરી શકીએ છીએ.

§ ડિવાઇસ સેટિંગ્સમાંથી ડેટા: તમે ચાલુ કરો તે ડિવાઇસ સેટિંગ્સ દ્વારા અમને પ્રાપ્ત કરી શકવાની પરવાનગી આપો તે માહિતી જેમ કે તમારા જીપીએસ સ્થાન, કેમેરા અથવા ફોટાઓ.

§ નેટવર્ક અને જોડાણો: માહિતી જેવી કે તમારા મોબાઇલ ઓપરેટર અથવા ISPનું નામ, ભાષા, સમય ઝોન, મોબાઇલ ફોન નંબર, IP એડ્રેસ અને જોડાણની ઝડપ.

§ એપ્લિકેશન: કોઈપણ મોબાઇલ એપ્લિકેશન્સ જે તમારા મોબાઇલ ડિવાઇસમાં સંગ્રહિત છે.

§ મીડિયા: ફોટા, વિડિઓઝ અને ઑડિઓ ફાઇલો અને તમારા ફોનમાંની સ્ટોરેજ સ્પેસ સહિત પણ તે સુધી મર્યાદિત નહીં અમે તમારા મોબાઇલ ડિવાઇસ પર મીડિયા ગેલેરી સુધીની પહોંચ મેળવીએ છીએ. તેમ છતાં, તમારી ફોટા સુધી પહોંચતા પહેલાં અમે હમેંશા તમારી સંમતિ મેળવશું અને તમારી પાસે અમને આવી પહોંચ આપવી ઇનકાર કરવાનો વિકલ્પ રહેશે.
- ઑડિઓ, વિડિઓ અને પ્લેટફોર્મનો ઉપયોગ કરતા ફોટા જેવા કોઈ પણ મીડિયાના શેરિંગને સરળ બનાવવા માટે;
- તમારા મોબાઇલ ડિવાઇસને અનુરૂપ બનવા માટે અમારા પ્લેટફોર્મને કસ્ટમાઇઝ કરવા માટે;
- વૉટ્સઍપ અને/અથવા ફેસબુક મારફતે શેરિંગના હેતુ માટે પ્લેટફોર્મ પરથી કોઈપણ કંટેંટ ડાઉનલોડ કરવા માટે તમારા ડિવાઇસ માં પૂરતી સ્ટોરેજ સ્પેસ છે કે નહીં તે સમજવા;
- અમારા પ્લેટફોર્મ પર તમારા અનુભવને ઑપ્ટિમાઇઝ કરવા માટે;
- તમારા મોબાઇલ ડિવાઇસ પર ડાઉનલોડ કરેલ એપ્લિકેશન્સ દ્વારા પ્લેટફોર્મ મારફતે કોઈપણ કંટેંટના શેરિંગને સરળ બનાવવા માટે;
- અમારા નિયમો, શરતો અને નીતિઓનો અમલ કરવા તમારી ઓળખ ચકાસવા માટે;
- પ્લેટફોર્મમાં સુધારો કરવા માટે.
સ્પર્ધા સંબંધિત માહિતી. સમયાંતરે પ્લેટફોર્મ પર ઓફર કરવામાં આવી શકે છે તેવી કોઈ પણ સ્પર્ધામાં એન્ટ્રી સબમિટ કરવા માટે તમે અમને પ્રદાન કરેલ કોઈપણ માહિતી.- સ્પર્ધામાં તમારી સહભાગિતાને સરળ બનાવવા માટે;
- જો લાગુ હોય તો, પુરસ્કારો આપવા માટે.

તમારી માહિતીનું પ્રગટીકરણ

અમે તમારી માહિતીને નીચે પ્રમાણે પ્રગટ કરીએ છીએ:

અન્ય લોકો માટે દૃશ્યક્ષમ વિષયવસ્તુ

સાર્વજનિક કંટેંટ એટલે કે કોઈ પણ કંટેંટ જે તમે તમારા પ્રોફાઇલ પર અથવા અન્ય વપરાશકર્તાના પ્રોફાઇલ પર પોસ્ટ કરો છો, જેમ કે પોસ્ટ કરેલ ટિપ્પણી, શોધ એન્જિન સહિત દરેક માટે અભિગમ્ય હોય છે. તમારી પ્રોફાઇલ પેજની માહિતી સહિત પ્લેટફોર્મ પર પોસ્ટ કરવા માટેની કોઈપણ માહિતી જે તમે સ્વેચ્છાએ પ્રગટ કરો, કરેલ છે, તે કોઈપણ માટે અભિગમ્ય છે. પ્લેટફોર્મ પર, તમે જાહેર કરવા માટે પસંદ કરેલી કંટેંટને જ્યારે તમે સબમિટ, પોસ્ટ અથવા શેર કરો છો, ત્યારે તે અન્ય લોકો દ્વારા ફરીથી શેર કરવામાં આવી શકે છે તમારે તે અંગે વિચાર કરવો જોઇએ કે તમે તેને કોની સાથે શેર કરવાનું પસંદ કરો છો, કારણ કે જે લોકો અમારા પ્લેટફોર્મ પર તમારી પ્રવૃત્તિ જોઈ શકે છે તે અન્ય લોકો સાથે તેને અમારા પ્લેટફોર્મ પર અને તેની બહાર શેર કરી શકે છે તમે જે દર્શકો સાથે શેર કરો તેમાંથી બહારના લોકો સહિત. ઉદાહરણ તરીકે, જ્યારે તમે અમારા પ્લેટફોર્મના વિશિષ્ટ વપરાશકર્તાઓ અથવા એકાઉન્ટ્સના સાથે કોઈ પોસ્ટ શેર કરો છો અથવા તેમને કોઈ સંદેશ મોકલો છો, તો તેઓ તે કંટેંટને ડાઉનલોડ કરી શકે છે અથવા અમારા પ્લેટફોર્મ પર અથવા તેનાથી બહાર અન્ય વપરાશકર્તાઓ સાથે ફરીથી શેર કરી શકે છે. ઉપરાંત, જ્યારે તમે કોઈની પોસ્ટ પર ટિપ્પણી કરો છો અથવા તેમની કંટેંટને 'લાઈક' કરો છો, ત્યારે તમારી ટિપ્પણી અથવા લાઈક ગમે તે અન્ય વ્યક્તિ જે તે અન્ય વ્યક્તિની કંટેંટ જોઈ શકે તેઓ માટે તે દૃશ્યક્ષમ હોય છે.પા કરીને નોંધો કે તમારી પાસે તમારી પ્રોફાઇલને ખાનગી બનાવવાનો વિકલ્પ પણ છે તેની ખાતરી કરવા માટે કે તમે દ્વારા માન્ય કરેલ અનુયાયીઓ જ તમારી પોસ્ટ્સ જોઈ શકે છે. મહેરબાની કરીને પ્લેટફોર્મ પરની ખાનગી શેરચેટ સુવિધા વિશેની વિગતવાર માહિતી માટે https://help.sharechat.com/faq/private-profile પર ઉપલબ્ધ FAQ વિભાગનો સંદર્ભ લો.

વપરાશકર્તાઓ પણ અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, તમારા વિશેના કંટેંટનું નિર્માણ કરીને તેને તેમની પસંદગીના પ્રેક્ષકો સાથે શેર કરી શકે છે, જેમ કે તમારો ફોટો પોસ્ટ કરે, અથવા તેમની કોઈ પણ પોસ્ટમાં તમને ટેગ કરીને; તમામ જાહેર કંટેંટને કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ પર અથવા અન્ય કોઈપણ ઑનલાઇન અથવા ઑફલાઇન પ્લેટફોર્મ પર શેર કરવાનો અધિકાર અમે અનામત રાખીએ છીએ. સિવાય કે અનામી ધોરણે કરવામાં આવે, અમે તૃતીય પક્ષોને ક્યારેય તમારી વ્યક્તિગત માહિતી ભાડે આપશું નહીં અથવા વેચશું નહીં; સિવાય કે આ શરતોમાં સ્પષ્ટપણે પ્રદાન કરવામાં આવ્યું હોય.

અમારી કંપનીઓના ગ્રુપ સાથે શેર કરવું

અમે તમારી વ્યક્તિગત માહિતીને અમારા ગ્રૂપના કોઈપણ સભ્ય સાથે શેર કરી શકીએ છીએ. પરિભાષા "ગ્રુપ" શબ્દનો અર્થ છે - કોઈ પણ એન્ટિટી જે અમારા દ્વારા નિયંત્રિત થાય છે, અથવા કોઈપણ એન્ટિટી કે જે અમારી સાથે સર્વસામાન્ય નિયંત્રણ હેઠળ છે, પછી તે સીધી રીતે હોય કે આડકતરી રીતે.

તમે અન્ય લોકો સાથે શું શેર કરો છો

જ્યારે તમે વિષયવસ્તુ શેર કરો છો અને અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વાતચીત કરો છો, ત્યારે તમે જે શેર કરો છો તે માટે પ્રેક્ષકો પસંદ કરો છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે અમારા પ્લેટફોર્મ પરથી ફેસબુક પર કોઈ પણ કંટેંટ પોસ્ટ કરો છો, ત્યારે તમે પોસ્ટ માટે પ્રેક્ષકો પસંદ કરો છો, જેમ કે એક મિત્ર, મિત્રોનો સમૂહ અથવા તમારા તમામ મિત્રો. તેવી જ રીતે, જ્યારે તમે અમારા પ્લેટફોર્મ પર કંટેંટ શેર કરવા માટે તમારા મોબાઇલ ડિવાઇસ પરથી વૉટ્સઍપ અથવા કોઈ અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, ત્યારે તમે પસંદ કરો છો કે તમે કોની સાથે કંટેંટ શેર કરો છો. અમે તે નિયંત્રિત કરતા નથી અને તે માટે જવાબદાર નથી, જેમાં આવી વ્યક્તિઓ (જેમની સાથે તમે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કોઈપણ શેરિંગ વિકલ્પો, જેમ કે વૉટ્સઍપ અથવા ફેસબુક મારફતે કંટેંટ શેર કરવાનું પસંદ કરો છો) તે માહિતી જે તમે તેમની સાથે શેર કરો છો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે.

તૃતીય પક્ષો સાથે શેર કરવું

નિમ્નલિખિત સહિત અમે તમારી માહિતી (વ્યક્તિગત માહિતી સહિત) પસંદ કરેલ તૃતીય પક્ષો સાથે શેર કરી શકીએ છીએ:

  • વેપાર ભાગીદારો, પુરવઠાકર્તાઓ અને પેટા-ઠેકેદારો ("આનુષંગિકો"). અમે તમારી સાથે દાખલ થયેલ કોઈપણ કરારના અમલ માટે સેવા અને આનુષંગિકોની પોતાની સેવાઓ પૂરી પાડવા, સમજવા અને સુધારવા માટે આનુષંગિકો આ માહિતીનો ઉપયોગ કરી શકે છે.
  • જાહેરાતકર્તાઓ અને જાહેરાત નેટવર્ક્સ કે જેમને, તમને અને અન્ય લોકોને સુસંગત જાહેરાતો પસંદ કરવા અને પ્રદાન કરવા માટે ડેટા જરૂરી છે. અમે અમારા જાહેરાતકર્તાઓને ઓળખી શકાય તેવી વ્યક્તિઓ વિશેની માહિતી પ્રગટ કરતા નથી, પરંતુ અમે તેમને અમારા વપરાશકર્તાઓ વિશેની એકંદર માહિતી પ્રદાન કરી શકીએ છીએ (ઉદાહરણ તરીકે, અમે તેમને જાણ કરી શકીએ છીએ કે કોઈ ચોક્કસ વય જૂથની મહિલાઓની કોઈપણ સંખ્યા તેમની જાહેરાત પર કોઈપણ દિવસે ક્લિક કરે છે). અમે આવી એકંદર માહિતીનો ઉપયોગ જાહેરાતકર્તાઓ લક્ષ્ય બનાવવા ઇચ્છતા પ્રેક્ષકોના પ્રકાર સુધી પહોંચવા માટે પણ કરી શકીએ છીએ.
  • સરકારી સંસ્થાઓ અથવા કાયદા અમલીકરણ એજન્સીઓ, જો અમને સંપૂર્ણ વિશ્વાસ અને માન્યતા હોય કે તે વાજબીરૂપે જરૂરી છે કે કોઈપણ કાનૂની જવાબદારી અથવા કોઈપણ સરકારી વિનંતીને અનુસરવા માટે તમારા વ્યક્તિગત ડેટા અથવા માહિતીને શેર કરવામાં આવે; અથવા કંપની, અમારા ગ્રાહકો, અથવા સાર્વજનિક અધિકારોનું રક્ષણ કરવા અથવા મિલકતને અથવા સલામતીને નુકસાન પહોંચતું નિવારવા; અથવા જાહેર સલામતી, કપટ, સુરક્ષા અથવા તકનીકી સમસ્યાઓ શોધી કાઢવા, નિવારવા અથવા અન્યથા સંબોધવા માટે.

નિમ્નલિખિત સંજોગોમાં અમે તૃતીય પક્ષોને તમારી માહિતી (વ્યક્તિગત માહિતી સહિત) પ્રગટ પણ કરી શકીએ છીએ:

  • જો કંપની અથવા તેની તમામ નોંધપાત્ર સંપત્તિ ત્રીજા પક્ષ દ્વારા હસ્તગત કરવામાં આવે, તો તે કિસ્સામાં તેમના ગ્રાહકો અંગે તેમના દ્વારા પ્રતિધારિત વ્યક્તિગત ડેટા ટ્રાન્સફર કરેલી અસ્કયામતોમાંનો એક હશે.જો અમે વિલીનીકરણ, સંપાદન, નાદારી, પુનર્રચના અથવા અસ્કયામતોનું વેચાણમાં સામેલ હોઈએ, જેમ કે તમારી માહિતી ટ્રાન્સફર કરવામાં આવશે અથવા એક અલગ ગોપનીયતા નીતિને આધિન બનશે તો અમે તમને અગાઉથી સૂચિત કરીશું જેથી તમે તમારા એકાઉન્ટના ટ્રાન્સફર પહેલા તેને ડીલીટ કરીને આવી કોઈપણ નવી નીતિ માંથી બહાર રહેવાનું પસંદ કરી શકો.
  • અમારી શરતોનો અને/અથવા કોઈપણ અન્ય કરારો અમલ કરાવવા અથવા લાગુ પાડવા માટે.

સિક્યોરિટી પ્રેક્ટિસિસ

અમારા દ્વારા એકત્રિત કરેલી માહિતીને સુરક્ષિત કરવા માટે અમારી પાસે યોગ્ય તકનીકી અને સુરક્ષા ઉપાયો છે. જ્યાં અમે તમને (અથવા જ્યાં તમે પસંદ કર્યું છે) એક વપરાશકર્તા નામ અને પાસવર્ડ આપ્યો છે જે તમને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે સક્ષમ કરે છે, આ વિગતોને ગોપનીય રાખવા માટે તમે જવાબદાર છો. અમે તમને કોઈની પણ સાથે તમારા પાસવર્ડને શેર ન કરવા માટે કહીએ છીએ.

અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યાં સંગ્રહિત કરીએ છીએ

અમે તમારા ડેટાને એમેઝોન વેબ સર્વિસીસ ક્લાઉડ પ્લેટફોર્મ જે એમેઝોન વેબ સર્વિસીસ ઈંક દ્વારા પ્રદાન કરવામાં આવ્યું છે (જેમનું મુખ્ય મથક 410 ટેરી એવન્યુ. એન સિએટલ, વોશિંગ્ટન 98109,યુએસએ) અને ગૂગલ એલએલસીજેમનું (મુખ્ય મથક 1101 એસ ફ્લાવર સ્ટ્રીટ, બરબૅન્ક, કેલિફોર્નિયા, 91502, યુએસએ) દ્વારા પૂરા પાડવામાં આવેલા ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ પર સંગ્રહિત કરીએ છીએ જેમના સર્વર્સ ભારતમાં અને વિદેશમાં સ્થિત છે. બંને એમેઝોન વેબ સર્વિસીસ અને ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ માહિતીના નુકશાન, દુરુપયોગ અને ફેરફારના રક્ષણનું અમલીકરણ કરે છે, જેની વિગતો https://aws.amazon.com/ અને https://cloud.google.com ખાતે ઉપલબ્ધ છે. એમેઝોન વેબ સર્વિસીસ અને ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા અપનાવવામાં આવેલ ગોપનીયતા નીતિઓ https://aws.amazon.com/privacy/?nc1=f_pr અને https://policies.google.com/privacy ખાતે ઉપલબ્ધ છે.

આ નીતિમાં ફેરફારો

કંપની સમયાંતરે આ ગોપનીયતા નીતિને અપડેટ કરી શકે છે. જ્યારે પણ અમે આ ગોપનીયતા નીતિમાં કોઈ ફેરફાર કરીએ છીએ જે તમારા માટે જાણવું અગત્યનું છે, તો અમે આ લિંક પર અપડેટ કરેલી ગોપનીયતા નીતિ પોસ્ટ કરીશું. આ ગોપનીયતા નીતિમાં થયેલા કોઈપણ ફેરફારોની જાણ રાખવા માટે, આ પેજને સમયાંતરે તપાસવાની જવાબદારી તમારી છે.

ડિસક્લેમર

કમનસીબે, ઇન્ટરનેટ દ્વારા માહિતીનું પ્રસારણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. જો કે અમે તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું, પણ અમે પ્લેટફોર્મ પર પ્રસારિત તમારા ડેટાની સુરક્ષાની બાંયધરી આપી શકતા નથી; કોઈપણ ટ્રાન્સમિશન તમારા પોતાના જોખમે છે. એકવાર અમને તમારી માહિતી પ્રાપ્ત થઈ જાય તે પછી, અમે અનધિકૃત પહોંચને રોકવા માટે કડક કાર્યવાહી અને સુરક્ષા સુવિધાઓનો ઉપયોગ કરીશું.

તમારા અધિકારો

કોઈપણ સમયે તમારા એકાઉન્ટ / પ્રોફાઇલ અને તમારા એકાઉન્ટ / પ્રોફાઇલમાંથી કંટેંટ દૂર કરવા અથવા ડીલીટ કરવા માટે તમે મુક્ત છો. જો કે, તમારી પ્રવૃત્તિઓનો ઇતિહાસ અને અમારા પ્લેટફોર્મ પરનું એકાઉન્ટ અમને ઉપલબ્ધ રહે છે.

લૉગ ઇન કરીને અને તમારા પ્રોફાઇલ પેજની મુલાકાત લઈને તમે કોઈપણ સમયે તમારા એકાઉન્ટમાંથી તમારી માહિતીને સુધારી શકો છો. ઉપર સૂચવ્યા મુજબ, તમે મેસેજમાંના સૂચનોને અનુસરીને અમારી પાસેથી અનિચ્છનીય ઈ-મેલ સંચારમાં ભાગ ન લેવાનું પસંદ કરી શકો છો. જો કે, જ્યાં સુધી તમારું એકાઉન્ટ ડીલીટ થશે નહીં ત્યાં સુધી તમને બધા સિસ્ટમ ઈ-મેલ્સ પ્રાપ્ત થવાનું ચાલુ રહેશે.

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી I(વાજબી સલામતી વ્યવહારો અને કાર્યવાહી અને સંવેદી વ્યક્તિગત ડેટા અથવા માહિતી) કલમ 5 (6) ના નિયમો, 2011 ("નિયમો"), હેઠળ, તમારી પાસે અધિકાર છે કે તમે અમને કોઈ પણ સમયે તમારા વિશે એકત્રિત કરેલી માહિતીની સમીક્ષા, સુધારણા અને ફેરફાર કરવા માટે કહી શકો છો. નિયમોની કલમ 5(7) હેઠળ, તમારી પાસે તમારી માહિતીના એકત્રીકરણને આગળ વધવા માટેની તમારી સંમતિને રદ/બાતલ કરવાનો અધિકાર છે. જો કે, કૃપા કરીને નોંધ કરો કે તમારી સંમતિ રદ કરવાથી તમારા પ્લેટફોર્મના ઉપયોગ પર નકારાત્મક અસર પડી શકે છે. દાખલા તરીકે, અમને તમારા મોબાઇલ ડિવાઇસના મીડિયા ફોલ્ડર અને કેમેરાની પહોંચની જરૂર છે જેથી તમે તમારા મોબાઇલ ડિવાઇસથી ચિત્રો ક્લિક કરી શકો અને તેમને પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકો, જો તમે અમને આવી પહોંચ ન આપો તો તમને તે કાર્યક્ષમતા ઉપલબ્ધ રહેશે નહીં. તમે અમને માર્કેટિંગ હેતુઓ માટે તમારા વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા ન કરવાનું પણ કહી શકો છો. તમે grievance@sharechat.co "Shagun Baldwa +918025533388" પર સંપર્ક કરીને કોઈપણ સમયે આ અધિકારોનો ઉપયોગ કરી શકો છો. જો કે, અમને તમારી કોઈપણ વિનંતીઓનું પાલન કરવા માટે 30 (ત્રીસ) દિવસની વાજબી અવધિની જરૂર છે.પ્લેટફોર્મ પરથી તમારું એકાઉન્ટ ડિલીટ કરવા અને યુઝર ડેટા હટાવવા માટે, કૃપા કરીને તમારી એપના સેટિંગમાં જાઓ અને 'એકાઉન્ટ ડિલીટ' વિકલ્પ પર ક્લિક કરો. વધુ માહિતી માટે, કૃપા કરીને એકાઉન્ટ ડિલીટ કરવાના FAQs નો સંદર્ભ લો.

ડેટા પ્રતિધારણ

કાયદેસર રીતે ઉપયોગમાં લઈ શકાય, તે માટે જરૂરી હોય તેના કરતાં વધુ સમય માટે અમે તમારી સંવેદનશીલ વ્યક્તિગત માહિતી (આ ફકરામાં નીચે વ્યાખ્યાયિત મુજબ) જાળવી રાખતા નથી. કોઈપણ અન્ય કંટેંટ માટે, અમે ડીલીટ કરવાની તમારી વિનંતીને ધ્યાન પર લઈશું, જો કે, તેવી એક મજબૂત સંભાવના છે કે પ્લેટફોર્મના કેશ્ડ અને આર્કાઇવ કરેલા પેજીસમાં અથવા જો અન્ય વપરાશકર્તાઓએ તે માહિતીની નકલ કરી હોય અથવા સેવ કરી હોય તો કોઈ પણ જાહેર કંટેંટની નકલ અનિશ્ચિત સમય સુધી અમારી સિસ્ટમમાં જાળવી રાખવામાં આવશે. વધુમાં, ઇન્ટરનેટની પ્રકૃતિને લીધે, તમારી કંટેંટની કૉપીઓ, કે જે તમે તમારા એકાઉન્ટમાંથી કાઢી નાખી છે અથવા ડીલીટ કરી નાખી છે, તે પણ ઇન્ટરનેટ પર અન્યત્ર અસ્તિત્વમાં હોઈ શકે છે અને અનિશ્ચિતપણે જળવાય શકે છે. "સંવેદનશીલ વ્યક્તિગત માહિતી" નો અર્થ પાસવર્ડ અને અન્ય કોઈપણ માહિતી જે નિયમોની કલમ 3 હેઠળ સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

તૃતીય પક્ષ લિંક્સ

પ્લેટફોર્મ પર સમયાંતરે અમારા ભાગીદાર નેટવર્ક્સ, જાહેરાતકર્તાઓ, આનુષંગિકો અને/ અથવા કોઈપણ અન્ય વેબસાઇટ્સ અથવા મોબાઇલ એપ્લિકેશન્સની વેબસાઇટ્સની લિંક્સ ધરાવી શકે છે. જો તમે આમાંની કોઈપણ વેબસાઇટ્સની લિંકને ખોલો છો, તો મહેરબાની કરીને નોંધ લો કે આ વેબસાઇટ્સની પોતાની ગોપનીયતા નીતિઓ છે અને આ નીતિઓ માટે અમે કોઈ જુમ્મેદારી અથવા જવાબદારી સ્વીકારતા નથી. આ વેબસાઇટ્સ અથવા મોબાઇલ એપ્લિકેશન્સ પર કોઈ વ્યક્તિગત ડેટા સબમિટ કરો તે પહેલાં કૃપા કરીને આ નીતિઓ તપાસો.

તૃતીય-પક્ષ એમ્બેડ્સ

તૃતીય પક્ષ એમ્બેડ્સ શું છે?

પ્લેટફોર્મ પર દેખાતી કેટલીક કંટેંટ પ્લેટફોર્મ દ્વારા હોસ્ટ કરેલી હોતી નથી. આ "એમ્બેડ્સ" તૃતીય પક્ષ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે અને પ્લેટફોર્મમાં એમ્બેડ કરવામાં આવે છે. દાખલા તરીકે: યુટ્યૂબ અથવા વિમીઓ ના વિડિઓઝ, ઇમગુર અથવા Giphy ના gifs, સાઉન્ડક્લાઉડની ઑડિઓ ફાઇલો, ટ્વિટરની ટ્વીટ્સ, અથવા સ્ક્રાઇબ્ડના દસ્તાવેજો કે જે પ્લેટફોર્મ પર પોસ્ટમાં દેખાય છે. આ ફાઇલો હોસ્ટ કરેલ સાઇટ પર ડેટા મોકલે છે, જેમ કે તમે તે સાઇટની સીધી મુલાકાત લઈ રહ્યા છો (ઉદાહરણ તરીકે, જ્યારે તમે યુટ્યૂબ વિડિઓ સાથે એમ્બેડ કરેલ પ્લેટફોર્મ પોસ્ટ પેજને લોડ કરો છો, ત્યારે યુટ્યૂબ તમારી પ્રવૃત્તિ વિશે ડેટા મેળવે છે).

તૃતીય પક્ષ એમ્બેડ્સ સાથે ગોપનીયતા સંબંધિત ચિંતાઓ

તૃતીય પક્ષો કયો ડેટા એકત્રિત કરે છે અથવા તેઓ તેની સાથે શું કરશે તેને આ પ્લેટફોર્મ નિયંત્રિત કરતું નથી. તેથી, પ્લેટફોર્મ પરના તૃતીય પક્ષ એમ્બેડ્સ આ ગોપનીયતા નીતિ દ્વારા આવરિત નથી. તે તૃતીય-પક્ષ સેવાની ગોપનીયતા નીતિ દ્વારા આવરિત છે. આવી એમ્બેડ અથવા API સેવાઓનો ઉપયોગ કરીને, તમે થર્ડ પાર્ટીની સેવાની શરતોથી બંધાયેલા રહેવા માટે સંમત થાઓ છો.

થર્ડ પાર્ટી એમ્બેડ અને API સેવાઓનો ઉપયોગ માટે લાગુ થતા થર્ડ પાર્ટી નીતિઓની યાદી:

હાલમાં પ્લેટફોર્મ પર વપરાશ થતી તૃતીય પક્ષ API સેવાઓની નકરાત્મક યાદી નીચે આપેલી છેઃ

  • નીતિઓ દ્વારા સંચાલિત YouTube API સેવાઓ અહીં ઉપલબ્ધ છે: https://www.youtube.com/t/terms
  • Snap Inc. સેવાની શરતો દ્વારા સંચાલિત સેવાઓ અહીં ઉપલબ્ધ છે: https://snap.com/en-US/terms

જો કોઈ તકરાર અથવા અસંગતતા બને કે પોલિસીઓની પ્રયોગક્ષેત્રતા સાથે, તો આવી તૃતીય પક્ષની સેવાઓનો/ઉત્પાદનો ઉપયોગ તૃતીય પક્ષ નીતિઓ દ્વારા નિયંત્રિત થશે અને અહીં ઉપલબ્ધ MTPL પ્લેટફોર્મ નીતિઓ તૃતીય પક્ષની સેવાઓ/ઉત્પાદનો ઉપલબ્ધ છે અને MTPL દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓની વાત કરવામાં આવશે.

તૃતીય પક્ષ એમ્બેડ્સ સાથે વ્યક્તિગત માહિતીને શેર કરવી

કેટલાક એમ્બેડ્સ તમને એક ફોર્મ મારફતે, વ્યક્તિગત માહિતી માટે પૂછી શકે છે, જેમ કે તમારું ઇમેઇલ એડ્રેસ. ખરાબ/અયોગ્ય કર્તાઓને પ્લેટફોર્મની બહાર રાખવા માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ. તેમ છતાં, જો તમે તૃતીય પક્ષને તમારી માહિતી આ રીતે સબમિટ કરવાનું પસંદ કરો છો, તો અમને ખબર નથી કે તેઓ તેની સાથે શું કરી શકે છે. જેમ ઉપર સમજાવ્યું છે, તેમના કૃત્યો આ ગોપનીયતા નીતિ દ્વારા આવરિત નથી. તેથી, કૃપા કરીને સાવચેત રહો જ્યારે તમે તમારા ઇમેઇલ એડ્રેસ અથવા કોઈપણ અન્ય વ્યક્તિગત માહિતી માટે પૂછતા એમ્બેડ કરેલ સ્વરૂપો પ્લેટફોર્મ પર જુઓ છો. સુનિશ્ચિત કરો કે તમે સમજો છો કે તમે તમારી માહિતી કોને સબમિટ કરી રહ્યાં છો અને તેઓ શું કહે છે કે તેઓ તેની સાથે શું કરવાની યોજના ધરાવે છે. અમે સૂચવીએ છીએ કે તમે એમ્બેડ કરેલ ફોર્મ દ્વારા કોઈ પણ તૃતીય-પક્ષને વ્યક્તિગત માહિતી સબમિટ ન કરો.

તમારું પોતાનું તૃતીય-પક્ષ એમ્બેડ બનાવવું

જો તમે એક ફોર્મ એમ્બેડ કરો છો જે વપરાશકર્તાઓ દ્વારા વ્યક્તિગત માહિતીને સબમિટ કરવાની પરવાનગી આપે છે, તો તમારે એમ્બેડ કરેલ ફોર્મની નજીક એક વિશિષ્ટ લિંક પ્રદાન કરવી અનિવાર્ય છે જે એક લાગુ ગોપનીયતા નીતિ તરફ દોરી જાય અને સ્પષ્ટપણે જણાવે છે તમે એકત્રિત કરેલી કોઈપણ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવાનો આશય ધરાવો છો આમ કરવામાં નિષ્ફળતા કંપનીને પોસ્ટને અક્ષમ કરવા તરફ અથવા તમારા એકાઉન્ટને મર્યાદિત કરવા અથવા અક્ષમ કરવા માટે અન્ય પગલાં લેવા તરફ દોરી જઈ શકે છે.

અમારી પાસેથી સંચાર

જ્યારે અમને આવશ્યક લાગે (જેમ કે જ્યારે અમે અસ્થાયી ધોરણે જાળવણી, અથવા સુરક્ષા, ગોપનીયતા, અથવા વહીવટી-સંબંધિત સંચાર) માટે પ્લેટફોર્મ સસ્પેન્ડ કરીએ છીએ ત્યારે અમે સમય સમય પર સેવા-સંબંધિત જાહેરાતો મોકલી શકીએ છીએ. અમે એસએમએસ દ્વારા તમને આ મોકલીએ છીએ. તમે આ સેવા-સંબંધિત ઘોષણાઓમાંથી નીકળી ન પણ શકો, જે પ્રકૃતિમાં પ્રમોશનલ નથી અને તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે અને પ્લેટફોર્મમાં મહત્વપૂર્ણ ફેરફારો વિશે તમને જાણમાં રાખવા માટે જ ઉપયોગમાં લેવાય છે.

તકરાર ઓફિસર

ડેટા સલામતી, ગોપનીયતા, અને પ્લેટફોર્મ ઉપયોગની ચિંતાઓ અંગેની તમારી ચિંતાઓનું નિવારણ લાવવા માટે શેરચેટ પાસે એક તકરાર અધિકારી છે. અમે તમારા દ્વારા ઉઠાવેલા મુદ્દાઓને મળ્યાના 30 (ત્રીસ) દિવસની અંદર ઉકેલીશું. તમે નિમ્નલિખિત અનુસાર તકરાર અધિકારી શ્રી શગુન બાલ્ડવા સંપર્ક કરી શકો છો:

મિસ. હરલીન શેઠી
સરનામું: મોહલ્લા ટેક પ્રાઇવેટ લિમિટેડ,
નોર્થ ટાવર સ્માર્ટવર્કસ, વૈષ્ણવી ટેક પાર્ક,
સર્વે નં ૧૬/૧ & નં ૧૭/૨ અંબલીપુરા ગામ, વર્થુર હોબલી,
બેંગલુરુ અર્બન, કર્ણાટક - ૫૬૦૧૦૩. સોમવાર થી શુક્રવાર સુધી.
ઇમેઇલ: grievance@sharechat.co
નોંધ - ઉપરોક્ત ઇમેઇલ આઈડી પર કૃપા કરીને યુઝરથી સંબંધિત બધી ફરિયાદો મોકલો જેથી અમે તેને જલ્દીથી નિવારી શકીએ.

નોડલ સંપર્ક વ્યક્તિ - મિસ. હર્લીન સેઠી
ઇમેઇલ: nodalofficer@sharechat.co
નોંધ - આ ઇમેઇલની તમામ પ્રકારની કોપ અને તપાસ એજન્સીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. વપરાશકર્તાથી સંબંધિત બધી સમસ્યાઓ માટે, કૃપા કરીને grievance@sharechat.co પર સંપર્ક કરો.