Skip to main content

કોઈન્સ નીતિ

Last updated: 7th June 2021

આ કોઈન્સ નીતિ ("કોઈન્સ પોલિસી") અમારી વેબસાઇટ https://sharechat.com/ અને/અથવા શેરચેટ મોબાઇલ એપ્લિકેશન (સામૂહિક રીતે, "પ્લેટફોર્મ") પર અમારી કોઈન્સ સુવિધા ("કોઈન્સ ફિચર") ના તમારા ઉપયોગને સંચાલિત કરે છે અને તે ભારતના કાયદા હેઠળ સ્થાપિત એક ખાનગી કંપની, મોહલ્લા ટેક પ્રા.લિ. ("શેરચેટ", "કંપની", "અમે", "અમને" અને "અમારા") દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેની નોંધાયેલી ઓફિસ નં 2, 26, 27 1 લો માળ, સોના ટાવર્સ, હોસુર રોડ, કૃષ્ણ નગર, ઇન્ડસ્ટ્રીયલ એરીયા, બેંગલુરુ, કર્ણાટક 560029 પર આવેલી છે. "તમે" અને "તમારા" શબ્દો પ્લેટફોર્મના વપરાશકર્તાનો સંદર્ભ આપે છે.

અમારું પ્લેટફોર્મ તમને તમારા મિત્રો સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે અને તમને તમારી પસંદગીની પ્રાદેશિક ભાષામાં છબીઓ, વિડિઓઝ, સંગીત, સ્ટેટસ અપડેટ્સ અને ઘણુંબધું શેર કરવા માટે સક્ષમ બનાવે છે. અમે તમારી પસંદગીની સામગ્રીને સમજીએ છીએ અને તમને અમારા પ્લેટફોર્મ ("સર્વિસ/સર્વિસીસ") પર ઉપલબ્ધ પોસ્ટ્સ, ચિત્રો, વિડિઓઝ દેખાડવા માટે અને સામગ્રી સૂચવવા માટે તમારા ન્યૂઝફીડને વ્યક્તિગત બનાવીએ છીએ.

કોઈન્સ કેવી રીતે કામ કરે છે?#

તમે હવે અમારા વપરાશકર્તાઓને વર્ચુઅલ ગિફ્ટ્સ/ડિજિટલ સામાન (જેમ કે સ્ટીકરો, ગિફ્સ, બેનરો વગેરે) માટે લાઈસન્સ આપી શકો છો ("ગિફ્ટ્સ"). તમે અમારી અધિકૃત ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને અને અમારા દ્વારા ઉપલબ્ધ અને અધિકૃત કરાયેલા ચુકવણી પ્રદાતાઓ દ્વારા કોઈન્સ ("કોઈન્સ/કોઈન") પ્રાપ્ત કરીને આવી ભેટો મોકલી શકો છો. નોંધ લેવી કે કોઈન્સ/ગિફ્ટ્સને રોકડ, અથવા કાયદેસર ચલણ સાથે બદલી શકાતા નથી.

કોઈન્સની ખરીદી#

  • કોઈન્સની કિંમત ખરીદીના તબક્કે દર્શાવવામાં આવશે. કોઈન્સ માટેના તમામ શુલ્ક અને ચુકવણી ખરીદીના સમયે અમારા દ્વારા નક્કી કરવામાં આવેલી સંબંધિત ચુકવણી પદ્ધતિ દ્વારા નિર્દિષ્ટ ચલણમાં કરવામાં આવશે.
  • તમે ખરીદેલા કોઈપણ કોઈન્સની ચુકવણી માટે તમે જવાબદાર રહેશો. એકવાર તમારી ચુકવણી થઈ ગયા પછી, ખરીદવામાં આવેલા સિક્કાઓની સંખ્યાને તમારા વપરાશકર્તા એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

કોઈન્સનો ઉપયોગ#

  • કોઈન્સનો ઉપયોગ સ્ટોરમાંથી વસ્તુઓ ખરીદવા માટે થઈ શકે છે જેનો ઉપયોગ વપરાશકર્તાઓ દ્વારા તેમની પ્રોફાઇલને કસ્ટમાઇઝ કરવા માટે કરી શકાય છે. કોઈન્સનો ઉપયોગ અન્ય વપરાશકર્તાઓને ગિફ્ટ્સ મોકલવા માટે પણ થઈ શકે છે. કોઈન્સનો રોકડ, અથવા કાયદેસર ચલણ, અથવા કોઈપણ રાજ્ય, પ્રદેશ અથવા કોઈપણ રાજકીય સત્તાના ચલણ, અથવા ક્રેડિટના અન્ય કોઈપણ સ્વરૂપ સાથે વિનિમય થઈ શકતો નથી.
  • કોઈન્સનો ઉપયોગ ફક્ત અમારા પ્લેટફોર્મ પર અને અમારી સેવાઓના ભાગ રૂપે થઈ શકે છે અને અમારા દ્વારા નિયુક્ત કરેલા સિવાય, અન્ય પ્રચારો, કૂપન્સ, ડિસ્કાઉન્ટ અથવા વિશેષ ઓફર્સ સાથે મળીને અથવા સંયુકતપણે તેનો ઉપયોગ કરી શકાતો નથી.
  • પ્લેટફોર્મના કોઈપણ અન્ય વપરાશકર્તા અથવા કોઈપણ તૃતીય પક્ષને કોઈ કોઈન્સ સોંપી અથવા સ્થાનાંતરિત કરી શકાતી નથી. કોઈન્સનું અમારા સિવાય, વેચાણ, વિનિમય, સોંપણી, અથવા કોઈપણ અન્ય નિકાલ, સ્પષ્ટ રીતે પ્રતિબંધિત છે. આ નિયંત્રણના કોઈપણ ઉલ્લંઘનથી પ્લેટફોર્મ પર તમારું એકાઉન્ટ સમાપ્ત થઈ શકે છે, તમારા એકાઉન્ટમાંથી કોઈન્સને જપ્ત કરવામાં આવી શકે છે, અને/અથવા નુકસાન, દાવા અને વ્યવહાર ખર્ચ માટે તમે જવાબદારીને પાત્ર હોઈ શકો છો.
  • ઉપાર્જિત કોઈન્સ મિલકતની રચના કરતા નથી અને તે તબદીલીપાત્ર નથી: (a) મૃત્યુ પર; (b) ઘરેલું સંબંધોના ભાગ રૂપે; અથવા (c) અન્યથા કાયદાના સંચાલન દ્વારા.
  • તમે સંમત થાઓ છો કે જ્યાં અમારી પાસે આવું કરવા માટે માન્ય કારણ હોય, ત્યાં અમને આવા કોઈન્સનું સંચાલન, નિયમન, નિયંત્રણ, સુધારણા અને/અથવા દૂર કરવાનો અધિકાર છે, જેમ કે જ્યાં અમારું વ્યાજબી રીતે માનવું હોય કે તમે આ કોઈન્સ નીતિનું ઉલ્લંઘન કર્યું છે, તમે કોઈપણ લાગુ કાયદા અથવા નિયમનનો ભંગ કરી રહ્યા છો અથવા કાનૂની, સુરક્ષા અથવા ટેકનિકલ કારણોસર અને અમારા આ અધિકારને લાગુ કરવાના આધારે અમને તમારા પ્રત્યે કોઈ જવાબદારી રહેશે નહીં. જો અમે અમારી સેવાઓમાંથી કોઈન્સને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લઈશું, તો અમે તમને વાજબી સૂચના આપીને તેમ કરીશું.

ગિફ્ટ્સ કેવી રીતે કામ કરે છે?#

તમે પ્લેટફોર્મ પર તમારા એકાઉન્ટમાં ઉપલબ્ધ કોઈન્સને રિડિમ કરીને ગિફ્ટ્સ પ્રાપ્ત કરો છો. તમે પ્લેટફોર્મ પર આ ગિફ્ટ્સને અન્ય વપરાશકર્તાઓને મોકલી શકો છો તેમજ અન્ય વપરાશકર્તાઓ પાસેથી ગિફ્ટ્સને મેળવી શકો છો. નોંધ લેવી કે તમે મોકલેલી અથવા પ્રાપ્ત કરેલી ગિફ્ટ્સને રોકડ, અથવા કાયદેસર ચલણ સાથે બદલી શકાતી નથી. જ્યારે કોઈ વપરાશકર્તા અન્ય વપરાશકર્તાને ગિફ્ટ મોકલે છે, ત્યારે પ્રાપ્ત થયેલ ગિફ્ટનું મૂલ્ય પ્રાપ્તકર્તાના એકાઉન્ટમાં જેમ્સ ("રત્ન") ના રૂપમાં બતાવવામાં આવે છે. જેમ્સને કોઈન્સમાં બદલી શકાતા નથી અને તેથી ઉલટું. શેરચેટને પોતાની મુનસફી મુજબ આવા જેમ્સના મૂલ્યને બદલવાનો અધિકાર છે.

ગિફ્ટ્સની ખરીદી#

  • ગિફ્ટ્સ ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓની અમુક સુવિધાઓ માટે મર્યાદિત લાઇસન્સ બનાવે છે. દરેક કોઈન અને ગિફ્ટ વચ્ચેના રૂપાંતરણ/રિડેમ્પ્શન દરને અમારા પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવશે.
  • જ્યાં તમારા અધિકારક્ષેત્રના લાગુ કાયદા હેઠળ જરૂરી હોય ત્યાં પબ્લિશ કરેલા ભાવોમાં ટેક્સનો સમાવેશ થાય છે.
  • તમે સંમત થાઓ છો કે કોઈપણ સામાન્ય અથવા ચોક્કસ કિસ્સામાં, આવા વિનિમય દરને અમારી પોતાની મુનસફી મુજબ અમને યોગ્ય લાગે તેમ મેનેજ, નિયમન, નિયંત્રણ, સુધારણા અને/અથવા દૂર કરવાનો સંપૂર્ણ અધિકાર છે, અને અમારા આ અધિકારને લાગુ કરવાના આધારે અમને તમારા પ્રત્યે કોઈ જવાબદારી રહેશે નહીં.
  • આ કોઈન્સ નીતિમાં અન્યથા નિર્ધારિત સિવાય, ગિફ્ટ્સમાં કોઈન્સના બધા રૂપાંતરણો/રિડેમ્પ્શન્સ આખરી છે. અમે કોઈપણ રીતે રિફંડ આપતા નથી.
  • કોઈન્સ અથવા રોકડ માટે ગિફ્ટ્સને રૂપાંતરિત અથવા બદલી શકાતી નથી અથવા કોઈપણ કારણોસર અમારા દ્વારા રિફંડ અથવા વળતર આપવામાં આવશે નહીં.
  • કોઈપણ વપરાશકર્તા દ્વારા અપાયેલ અથવા પ્રાપ્ત થયેલ ગિફ્ટ્સ મિલકતની રચના કરતી નથી અને તબદીલીપાત્ર નથી: (a) મૃત્યુ પર; (b) ઘરેલું સંબંધોના ભાગ રૂપે; અથવા (c) અન્યથા કાયદાના સંચાલન દ્વારા.
  • જો અમારી પોતાની મુનસફીથી નક્કી કરીએ કે વપરાશકર્તા દ્વારા વિનિમય અથવા પ્રાપ્ત થયેલ ગિફ્ટ્સ કરપ્ટ અથવા અન્યથા નુકસાન થયેલ છે, તો અમે ગિફ્ટ્સની અગાઉની વિનિમયની નકલો બદલી શકીએ છીએ. અમે કરપ્ટ અથવા અન્યથા નુકસાન થયેલ ગિફ્ટને ફરીથી આપવા માટે વધારાની ફી લઈશું નહીં. જો તમને કોઈ કરપ્ટ અથવા અન્યથા નુકસાન થયેલી ગિફ્ટ મળે, તો contact@sharechat.co પર અમારો સંપર્ક કરો.
  • જો તમને કોઈન્સ ફિચરના દુરૂપયોગ કરતા માનવામાં આવે અથવા તમે આ કોઈન્સ નીતિનો ભંગ કર્યો હોય, તો અમે તમારી સામે સમાપ્ત કરવાની અથવા અન્ય કોઈપણ યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ.
  • પ્લેટફોર્મ પર અથવા અન્યથા કોઈપણ વપરાશકર્તા પાસેથી કોઈ માલ અથવા સેવાઓ પ્રાપ્ત કરવાને બદલે તમને કોઈ ગિફ્ટ્સ અથવા કોઈન્સ વાપરવાની મંજૂરી નથી.

પ્લેટફોર્મ પર અથવા અન્યથા કોઈપણ વપરાશકર્તા પાસેથી કોઈ માલ અથવા સેવાઓ પ્રાપ્ત કરવાને બદલે તમને કોઈ ગિફ્ટ્સ અથવા કોઈન્સ વાપરવાની મંજૂરી નથી.#

  • વપરાશકર્તા અથવા ઈનફ્લુએન્સર દ્વારા જનરેટ થયેલી સામગ્રી ("ક્રિએટર") ના સંબંધમાં, તમે ગિફ્ટ્સનો ઉપયોગ આવા ક્રિએટર દ્વારા અપલોડ કરવામાં આવતી ક્રિએટરની સામગ્રીની કોઈ વસ્તુને રેટ કરવા અથવા તમારી પ્રશંસા દર્શાવવા માટે કરી શકો છો. આ કાર્યક્ષમતા સેવાઓ પર ઉપલબ્ધ છે, અને તમે "સેન્ડ" બટન પર ક્લિક કરીને ક્રિએટર્સને ગિફ્ટ્સનું યોગદાન આપી શકો છો.
  • જ્યારે તમે કોઈ ક્રિએટરને મોકલવા માટે ગિફ્ટ પસંદ કરો છો અને "સેન્ડ" બટન પર ક્લિક કરો છો, ત્યારે આ ગિફ્ટને ક્રિએટરના એકાઉન્ટમાં મોકલવામાં આવે છે.
  • કૃપા કરીને નોંધ લેવી કે જ્યારે તમે કોઈ ક્રિએટરને ભેટ આપો છો, ત્યારે તમે જાહેરમાં આવું કરો છો. તેથી, (ગિફ્ટ પ્રાપ્તકર્તા સહિત) પ્લેટફોર્મના અન્ય વપરાશકર્તાઓ તમારું નામ અને ગિફ્ટની વિગતો જોઈ શકે છે.

રિપોર્ટિંગ#

તમને કોઈ વપરાશકર્તા દ્વારા આ કોઈન્સ નીતિના કોઈપણ ઉલ્લંઘન નોંધવા મળે એવા સંજોગોમાં, કૃપા કરીને તેની contact@sharechat.co પર જાણ કરો.

કોઈન્સ નીતિના ઉલ્લંઘન અંગે બહુવિધ અહેવાલો મળવાના સંજોગોમાં, અમને અમારી સાથેના તમારા એકાઉન્ટને સમાપ્ત કરવાની અને અમારી સાથે નોંધણી કરવાથી બ્લોક કરવાની ફરજ પડી શકે છે. જો તમે આવી કોઇપણ પ્રકારની દુર કરવાની અપીલ કરવા માંગતા હો, તો તમે અમને contact@sharechat.co પર લખી શકો છો.

કોઈપણ ઉપયોગ નહીં થયેલ અથવા રિડિમ નહીં કરેલ કોઈન્સ અથવા ગિફ્ટ્સ માટે કોઈ રીફંડ મળશે નહીં, તેથી અમે તમારું એકાઉન્ટ સમાપ્ત કરતા પહેલા તેનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ.

વપરાશકર્તાઓ માટે નોંધ#

  • જો તમારે તમારી સિક્કાઓની ખરીદી માટે ટેક્સ ઇનવોઈસ ની જરૂર હોય, તો કૃપા કરીને તમારા ઓર્ડર આઈડીને ટાંકીને ar@sharechat.co પર લખો અને અમારી ટીમને વહેલી તકે આ જારી કરવામાં આવશે.
  • કોઈન્સ/ગિફ્ટ્સને વપરાશકર્તાઓ દ્વારા ખરીદવામાં આવતી વ્યક્તિગત વસ્તુઓ તરીકે ગણવામાં આવતી નથી, પરંતુ તેને પ્લેટફોર્મ દ્વારા જારી કરવામાં આવતીવસ્તુઓના લાઇસન્સ પ્રાપ્ત ઍક્સેસ તરીકે ગણવામાં આવશે.
  • સિક્કાનો ઉપયોગ ઇન્ટરનેટ પર વેપાર માટે કરી શકાતો નથી.
  • પ્લેટફોર્મ પર તમે ખરીદેલા કોઈન્સ/ગિફ્ટ્સ માટે તમે પોતે સંપૂર્ણપણે જવાબદાર છો અને તમે તે સ્વીકારો છો કે આવા કોઈન્સ/ગિફ્ટ્સના સંદર્ભમાં અમારી કોઈ જવાબદારી અથવા ફરજ રહેશે નહીં.
  • ઉલ્લંઘન શું છે તે પોતાની મુનસફીથી નક્કી કરવાનો અમારો અધિકાર અનામત છે.
  • અમારી પોતાની મુનસફી મુજબ, કોઈપણ સમયે આ કોઈન્સ નીતિના ભાગોને બદલવાનો, અમારો અધિકાર અનામત છે. જો અમે આમ કરીશું, તો અમે આ પેજ પર ફેરફારોને પોસ્ટ કરીશું અને આ પેજની ટોચ પર શરતોને છેલ્લે અપડેટ કર્યાની તારીખ જણાવીશું.