Sharechat Boost Post FAQ
1. જ્યારે મારી પોસ્ટ બૂસ્ટ થાય છે ત્યારે મારી પોસ્ટ Promoted ટેગ્સ શા માટે દેખાય છે?
બૂસ્ટ એ એક જાહેરાત છે, જ્યાં પૂર્વ-નિર્ધારિત અંદાજિત વ્યૂઝ માટે તમારી પોસ્ટને પ્રમોટ કરવામાં આવે છે. આમ તમે પ્લેટફોર્મ પર પોસ્ટની જાહેરાત કરતા હોવાથી તે દેખાય છે.
2. શું મ્યૂઝિક સાથે પોસ્ટને બૂસ્ટ કરી શકાય?
ના, તમે મ્યૂઝિક લાઇબ્રેરી અથવા અન્ય કોઇપણ કોપીરાઇટ સાથેના મ્યૂઝિકને પોસ્ટ કરી શકતા નથી.
3. એક જ સમયમાં કેટલી પોસ્ટ બૂસ્ટ કરી શકાય?
બૂસ્ટ ફ્લોમાં, તમે એક સમયે 1-5 પોસ્ટ પસંદ કરી શકો છો
4. જ્યારે એકથી વધુ પોસ્ટ પસંદ કરવામાં આવે, ત્યારે પોસ્ટ બૂસ્ટ કેવી રીતે થશે?
જો તમે એકથી વધુ પોસ્ટ પસંદ કરો છો, તો પેકેજના ભાગ રૂપે ઉલ્લેખિત વ્યૂઝ પસંદ કરેલી બધી પોસ્ટમાં અસમાન વહેંચી દેવામાં આવશે. જો તમે 4 અલગ-અલગ પોસ્ટ પસંદ કરો છો અને 'રૂ. 99 માં 5000 વ્યૂઝ' વાળા પેકેજનો ઉપયોગ કરીને બૂસ્ટ રિક્વેસ્ટ કરો છો, તો એનો અર્થ એ નથી કે 4 પોસ્ટમાંથી પ્રત્યેકને 5000 વ્યૂઝ પ્રાપ્ત થશે. આ 4 પોસ્ટ વચ્ચે 5000 વ્યૂઝ અસમાન રીતે વહેંચી દેવામાં આવશે. અમારા દ્વારા દર્શાવેલા વ્યૂઝ અથવા અન્ય કોઈપણ સંખ્યા અંદાજિત છે, જે દર્શાવેલ સંખ્યા કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે.
5. બૂસ્ટ પોસ્ટ ફીચર મારી પ્રોફાઇલ પર કેવી રીતે કામ કરશે?
SC બૂસ્ટ તરફથી મળેલા વધારાના વ્યૂઝ પ્લેટફોર્મ પરની અન્ય પોસ્ટને મળેલા સામાન્ય વ્યૂઝની વહેંચણીને અસર કરતા નથી.
6. પોસ્ટને બૂસ્ટ કર્યા પછી શું મને માઈલસ્ટોન ઈનામો મળશે?
SC બૂસ્ટ તરફથી મળેલા વધારાના વ્યૂઝને માઇલસ્ટોન આધારિત ઈનામોમાં ગણવામાં આવશે નહીં.
7. શું વ્યાવસાયિક/બ્રાન્ડેડ કન્ટેન્ટ સાથે પોસ્ટને બૂસ્ટ કરી શકાય છે?
વ્યાવસાયિક/બ્રાન્ડેડ કન્ટેન્ટ સાથેની પોસ્ટને બૂસ્ટ કરી શકાય છે. જો કે, તે શેરચેટની જાહેરાત નીતિને અનુસરવી જોવી જોઈએ.
8. રિવ્યૂ સ્ટેજમાં કઈ પોસ્ટ નકારી કાઢવામાં આવશે?
તેવી કોઈ પણ પોસ્ટ પ્રમોટ નથી કરી શકાતી જે લાઇબ્રેરીમાંથી વાપરેલું મ્યૂઝિક ધરાવતી હોય અથવા શેરચેટની ઉપયોગની શરતો, જાહેરાત પૉલિસી, કૉમ્યુનિટી ગાઇડલાઇન અથવા અન્ય કોઈપણ વિસ્તારમાં લાગુ કાયદાઓનું ઉલ્લંઘન કરતી હોય.
9. પોસ્ટનું રિવ્યૂ થવામાં કેટલો સમય લાગે છે?
પોસ્ટનું રિવ્યૂ અને બૂસ્ટ થતા 48 કલાક જેટલો સમય લાગી શકે છે.
10. પેમેન્ટ લગભગ કેટલા સમયમાં થઈ જશે?
પેમેન્ટ અમારા સુધી પહોંચવામાં અને સફળતાથી પૂરું થવામાં 3-5 વ્યવસાયીક દિવસો લાગી શકે છે.
11. જો પૈસા કપાઈ જાય પણ મૂળ સ્થાને ન પહોંચે તો શું થશે?
કેટલીકવાર જો, તમારા ખાતામાંથી પેમેન્ટ કપાઈ જાય અને અમારા ખાતા સુધી ન પહોંચે, તો પેમેન્ટ સ્ટેટસ 'પેમેન્ટ ફેઇલ્ડ' તરીકે જોવા મળશે. આવી પરિસ્થિતિઓમાં, બેંક 3-5 કામકાજી દિવસોમાં તમારા ખાતામાં પેમેન્ટ પાછું મોકલી આપશે.
12. જો પોસ્ટ બૂસ્ટ ચાલુ હોય તો શું રિફંડ માંગી શકાય છે?
તમારી બૂસ્ટ રિક્વેસ્ટ સ્વીકારવામાં આવે અને 'પોસ્ટ બૂસ્ટ ચાલું છે' સ્ટેજમાં હોય તો તમે રિફંડ મેળવી શકતા નથી.
13. રિફંડ માટે રિક્વેસ્ટ ક્યારે કરી શકાય?
જો બૂસ્ટ રિક્વેસ્ટ નકારવામાં આવે તો રિફંડ આપમેળે શરૂ થઈ જાય છે. તમને રિક્વેસ્ટ નકારી કાઢ્યાની તારીખથી 5-7 કામકાજી દિવસોમાં તમારું રિફંડ મળી શકે છે.